સસ્તું થશે સોનું! : મોદી સરકારે કર્યું મોટું એલાન

ગુજરાત સરહદે મળેલા ૧.૨૦ ટન સોનાના ભંડાર બાદ બીજો પણ એક મોટો ભંડાર મળ્યો છે જેમાં કિંમતી ધાતુઓ સામેલ છે.

Image

ગુજરાત સાથે સરહદ શેર કરી રહેલા રાજસ્થાનમાં સોનાનો વિશાળ ભંડાર મળ્યો છે જે પછી હવે એવા સમાચાર સામે આવ્યાં છે. બીજો પણ એક મોટો ભંડાર મળ્યો છે. રાજસ્થાનના બાંસવાડામાં ૪ ગામોમાં ૧.૨૦ ટન સોનાની ઉપરાંત, તાંબુ, નિકલ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજોના પુરાવા પણ મળી આવ્યા છે.

Image

ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) કરેલા સર્વેમાં સોનાનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતોના મતે, વર્તમાન બજાર ભાવે આ સોનાની કિંમત આશરે ₹ ૧૪૪૯.૭૨ કરોડ છે. બાંસવાડામાં સતત ત્રીજી વખત સોનાનો ભંડાર મળી આવ્યો છે. તાંબુ, નિકલ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજોના પુરાવા પણ મળી આવ્યા છે.

સોનાની ખાણના પુરાવા હાથ લાગ્યા બાદ કેન્દ્ર સરકારની સંસ્થા ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે જી-૨ સ્તરનો ઊંડાણપૂર્વકનો સર્વે કરવાનો નિર્ણય લીધો છે. ૨૯ સપ્ટેમ્બરે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની અંતિમ તારીખ ૧૪ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. હવે અરજીઓ ૩ નવેમ્બરે ખોલવામાં આવશે, અને સૌથી વધુ બોલી લગાવનારને સર્વે લાઇસન્સ આપવામાં આવશે.

બાંસવાડાના કુલ ૪ ગામ કાંકરિયાગઢા, ડુંગરિયાપારા, દેલવારા રાવના અને દેલવારા લોકિયામાં સોનાનો ભંડાર છે. આ બ્લોક આશરે ૨.૫૯ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે.

પ્રારંભિક સર્વેક્ષણો અનુસાર, આ સ્થળે ૧૨૦ ટન સોનું અને આશરે ૧,૦૦૦ ટન તાંબુ હોવાનો અંદાજ છે. નિકલ અને કોબાલ્ટનો પણ નોંધપાત્ર જથ્થો હાજર છે. વરિષ્ઠ GSI ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે ૧૫૦-૨૦૦ મીટરના અંતરાલ સાથે ૬૦૦-૭૦૦ ફૂટની ઊંડાઈએ ખોદકામ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *