બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પહેલા તબક્કા માટે ૧૨૧ બેઠકો પર મતદાન ગુરુવારે યોજાયું હતું. ચૂંટણીના પહેલા તબક્કામાં ૩.૭૫ કરોડ મતદારો ૧૩૧૪ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે ૧૬ મંત્રીઓનું ભાવી દાવ પર છે.

Bihar Election 2025 Phase 1: 64.66% turnout, Deputy CM's convoy attacked,  RJD candidate threatens police, burqa row in Siwan - Bihar News | Bhaskar  English

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

HIGHLIGHTS | Bihar Elections: First phase of polling ends with record  64.66% voter turnout

બિહારમાં પહેલા તબક્કાનું મતદાન અત્યાર સુધીમાં ૬૪.૪૬ % થયું છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે માહિતી આપી કે પહેલા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું. હજુ સુધી ૬૪.૪૬ % મતદાન થયું છે.

Bihar polls first phase voting concludes in 121 seats: 3.75 crore voters  cast votes, including 1.98 crore males and 1.76 crore females, with 64.66%  turnout | Bhaskar English

બિહાર વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી. વડાપ્રધાન મોદીએ પોસ્ટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં પહેલા તબક્કાના મતદાનમાં એનડીએએ ભારે લીડ મેળવી છે. તેની સાથે જ બીજા તબક્કામાં પણ દરેક તરફ તેની લહેર નજરે આવી રહી છે. જનતામાં આ જોશ વચ્ચે કાલે બપોરે અંદાજિત ૦૧:૪૫ વાગ્યે ઔરંગાબાદ અને લગભગ ૦૩:૩૦ વાગ્યે ભભુઆમાં પોતાના પરિવારજનો સાથે વાતચીતનું સૌભાગ્ય મળશે.

Bihar Election 2025 LIVE Update | Bihar Assembly Election Latest Videos &  Breaking News on Bihar Vidhan Sabha Election Result - Dainik Bhaskar

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું હજુ ચાલી રહ્યું છે. ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી ગયા છે જેમાં અત્યાર સુધીમાં ૫૩.૭૭ % મતદાન નોંધાઈ ચૂક્યું છે.   

ડેપ્યુટી સીએમ અને લખીસરાય મતવિસ્તારના ભાજપ ઉમેદવાર વિજય કુમાર સિન્હાએ કહ્યું કે આ રાજદના ગુંડા છે. સત્તામાં એનડીએ આવી રહ્યું છે. આ લોકોની છાતી પર બુલડોઝર ફેરવીશું. રાજદના ગુંડાઓ મને ગામમાં જવા નથી દેતા. તેમણે મારા પોલિંગ એજન્ટને પણ ભગાડી દીધો. તેને મતદાન કરવા પણ ન દીધું. આ લોકોની ગુંડાગર્દી તો જુઓ. આ ખોરિયારી ગામનું ૪૦૪ અને ૪૦૫ બુથ નંબર છે.

બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૪૨.૩૧ % મતદાન થયું છે. રાજ્ય ચૂંટણી કાર્યાલય અનુસાર પ્રથમ તબક્કામાં ૧૨૧ વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં, કુલ ૪૨.૩૧ % મતદારોએ ૪૫૩૪૧ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધુ ૪૬.૭૩ % મતદાન નોંધાયું હતું, જ્યારે પટણા જિલ્લામાં સૌથી ઓછું ૩૭.૭૨ % મતદાન નોંધાયું હતું.

બિહારના લખીસરાયમાં ભાજપના ઉમેદવાર અને ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહાની કારને ઘેરી લીધી હતી અને તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા. આ મામલે આરજેડીના કાર્યકરોની સંડોવણી હોવાનો આરોપ લાગ્યો છે. તેમણે મુર્દાબાદની નારેબાજી પણ કરી હતી. આ મામલે ઘટનાસ્થળે હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા. 

કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ વિલાસ પાસવાને કહ્યું, “…આ એક એવો અધિકાર છે જે દેશના નાગરિકોના સર્વોચ્ચ અધિકારોમાંનો એક છે. તેનો ઉપયોગ કરીને, તમે તમારા ભવિષ્યને સુધારી શકો છો. હું દરેકને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં યોગદાન આપવા વિનંતી કરું છું જે ચાલી રહ્યું છે…” તેમણે આગળ કહ્યું, “…મહાગઠબંધનની સમસ્યા એ છે કે જો તેઓ બહાના શોધવા જેટલો સમય જનતાની સેવા કરવામાં વિતાવશે તો તેમને આ બહાના શોધવાની જરૂર નહીં પડે. મહાગઠબંધન ચૂંટણી હારી રહ્યું છે… જો આટલું બધું ખોટું થઈ રહ્યું છે, તો તમારે કોર્ટમાં જવું જોઈએ. તમારે આપણી ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આવું કંઈક થઈ રહ્યું છે તો તમને ચોક્કસ ન્યાય મળશે…”

બિહારમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી ૨૭.૬૫ % મતદાન થયું છે. અગાઉ, સવારે ૦૯:૦૦ વાગ્યા સુધી ૧૩.૧૩ % મતદાન નોંધાયું હતું.

આરજેડીએ ચૂંટણી પંચ પર ઇરાદાપૂર્વક મતદાન ધીમું કરવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તમામ સ્થળોએ મતદાન સરળતાથી ચાલી રહ્યું છે.

બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા લાલુ પ્રસાદ યાદવે લોકોને સોશિયલ મીડિયા દ્વારા વોટ અપીલ કરતા કહ્યું કે તવા પર રોટી પલટાતી રહેવી જોઇએ નહીંતર તે બળી જશે. 20 વર્ષ લાંબો સમય કહેવાય! હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક બની ગઈ છે. 

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પ્રથમ વખત મતદાન કરવા પહોંચેલા યુવાનોએ આ ક્ષણને ગૌરવ, જવાબદારી અને સારા ભવિષ્યની આશા સાથે જોડી હતી. આ સાથે, તેઓએ કયા મુદ્દાઓ પર મતદાન કર્યું તે પણ જણાવ્યું. પટનાના એક બૂથ પર પહેલીવાર મતદાન કરનાર શીતલે મતદાન મથકની બહાર આવતા જણાવ્યું કે, “હા, આ મારો પહેલો મત છે અને મત આપીને ખૂબ સારું લાગી રહ્યું છે. આ મારા માટે ગર્વની ક્ષણ છે.”

Bihar Election 2025: બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા તબક્કામાં 64.46 ટકા મતદાન 2 - image

સારણમાં પ્રથમ વખત મતદાન કરવા આવેલા એક યુવા મતદારે કહ્યું કે તે આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. તેણે જણાવ્યું, “શરૂઆતમાં હું થોડો નર્વસ હતો કે પ્રક્રિયા કેવી રીતે થશે, પરંતુ મત આપ્યા પછી મને ખૂબ ગર્વ થયો. હું ઈચ્છું છું કે બિહારના નેતાઓ શિક્ષણ અને વિકાસ પર વધુ ધ્યાન આપે. બહારના રાજ્યોમાં બિહારને ઘણીવાર ખરાબ નજરે જોવામાં આવે છે. હવે આ છબી બદલાવી જોઈએ.” મુઝફ્ફરપુરની પ્રથમ વખથ મતદાર અમીદાએ જણાવ્યું કે તેણે બિહારના વિકાસ માટે મતદાન કર્યું છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, “લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નથી, પણ આપણી જવાબદારી પણ છે. આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. બધા મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. મતદાન કરો અને બીજાઓને પણ પ્રેરણા આપો. પહેલા મતદાન કરો, પછી જલપાન કરજો!”

બિહારના શરીફમાં મતદાન વખતે જ સ્લિપ વહેંચવાના આરોપમાં ભાજપના ચાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ લોકો મતદારોને સ્લિપની વહેંચણી કરી રહ્યા હતા. 

માહિતી અનુસાર મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યા છે. તેમણે ઓવર બ્રિજ અને રસ્તો બનાવવા મામલે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. લગભગ ત્રણ જેટલા બૂથ પર આવી સ્થિતિ જોવા મળી હતી. 

બિહારમાં ચર્ચિત લાલુ પ્રસાદ યાદવના પરિવારે મતદાન કર્યું. લાલુ પ્રસાદની સાથે તેમના પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી અને બહેન મીસા ભારતી પણ જોવા મળી હતી. આ તમામ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

Bihar Election 2025: બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા તબક્કામાં 64.46 ટકા મતદાન 3 - image

બિહારમાં મતદાનના પ્રથમ આંકડા 

Bihar Phase-1 voting in 22 pictures Son carries mother in arms to polling  booth; Maithili Thakur and Vijay Sinha offer prayers - Patna News | Bhaskar  English

બિહારમાં મતદાન ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાવા અને વોટર્સની નારાજગીના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ૦૯:૦૦ વાગ્યા સુધીમાં બિહારમાં ૧૩.૧૩ % જેટલું મતદાન થઈ ચૂક્યું છે. 

જાણો ક્યાં કઈ ઘટના બની? 

EVMs malfunction at 10 locations, 'vote theft' slogans raised Voting  boycotted at Muzaffarpur cremation grounds; phase-1 highlights - Patna News  | Bhaskar English

ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર ઇવીએમ મશીનોમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર ૩૩૪ અને ૩૩૫ પર ઇવીએમ ખરાબ થતાં પરિસ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક લોકોએ “વોટ ચોર” ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, દરભંગાના બૂથ નંબર ૧૫૩, રાઘોપુર અને દાનાપુરના બૂથ નંબર ૧૯૬ પર પણ ઇવીએમ માં ખામી સર્જાવાને કારણે મતદાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ વચ્ચે, દરભંગામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પાસેથી ૧ લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

भारत न्यूज़ - भारत न्यूज़

તેજસ્વી યાદવે મતદાન કર્યું, રાબડી દેવીએ બંને પુત્રોને ‘શુભેચ્છાઓ’ પાઠવી

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું, “હું બધા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું… બંને પુત્રોને માતા તરીકે મારી શુભેચ્છાઓ. બંનેને આશીર્વાદ.”

Bihar Election 2025: બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા તબક્કામાં 64.46 ટકા મતદાન 4 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *