ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રારંભ

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા બાદ ઠંડા પવનો હવે મેદાનો તરફ આગળ વધ્યા

Snowfall in J&K, Uttarakhand and Himachal, temperatures below zero |  Bhaskar English

ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા બાદ ઠંડા પવનો હવે મેદાનો તરફ આગળ વધ્યા છે. જેના પરિણામે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. સવાર અને સાંજના તાપમાનમાં ઘટાડા સાથે હળવો ધુમ્મસ પણ દેખાવા લાગ્યો છે.

Rain alert in 15 states; snowfall expected in Uttarakhand and Himachal in  48 hours, tourist influx rises in J&K | Bhaskar English

હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ગુરુવારે ભારે ઠંડીનો અનુભવ થયો. લાહૌલ-સ્પિતિ જિલ્લાના તાબોમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૫.૫°C નોંધાયું જે આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત રહી. કીલોંગમાં માઈનસ ૩.૨°C, કુકુમસેરીમાં માઈનસ ૨.૧°C, અને કિન્નૌરના કલ્પામાં 0.૨°C તાપમાન નોંધાયું. કલ્પામાં સિઝનની પહેલી બરફવર્ષા થતા આસપાસના વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બની ગઈ છે.

Northern winds increasing cold in Madhya Pradesh lowest temperature  recorded in Gwalior and Nowgong | MP Weather Update: मध्य प्रदेश में ठंड  बढ़ा रही हैं उत्तरी हवाएं, यहां रिकॉर्ड हुआ सबसे कम तापमान

જમ્મુ અને કાશ્મીરનો ગુલમર્ગ રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો. ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના પર્યટન સ્થળોએ ભારે બરફવર્ષા થઈ. ગુલમર્ગનું લઘુત્તમ તાપમાન ૩.૨°C સુધી ઘટ્યું જે સામાન્ય કરતાં ૪.૯°C ઓછું હતું. પહેલગામમાં દિવસનું મહત્તમ તાપમાન ૧૩°C અને લઘુત્તમ તાપમાન માઈનસ ૧.૮°C નોંધાયું.

Temperatures dip in Uttarakhand's mountain regions, cold wave set to  intensify - India Today

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાએ ઠંડા પવનોને મેદાનો તરફ ધકેલ્યા છે. દિલ્હીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૪°C નોંધાયું જે સામાન્ય કરતાં ૨°C ઓછું હતું. પંજાબના અમૃતસર અને હરિયાણાના અંબાલામાં તાપમાન ઘટીને ૧૧°C સુધી પહોંચ્યું છે. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ અને ઔલી જેવા વિસ્તારોમાં બરફવર્ષા પછી તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે.

Snow clears in J&K as temperatures rise, Himachal to see fresh snow from  Mar 10; MP, Rajasthan and Haryana brace for rising heat | Bhaskar English

બરફવર્ષા પછી અનેક પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઔલી, મનાલી, શિમલા અને ગુલમર્ગમાં બરફના નજારાઓ માણવા લોકો ઉમટી રહ્યા છે. હવામાન વિભાગ ના મુજબ હિમાચલ પ્રદેશમાં ચોમાસા બાદની ઋતુ દરમિયાન અત્યાર સુધી ૬૯.૫ મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં ૧૪0% વધુ છે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો નવેમ્બરના મધ્ય સુધી ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧૦°Cથી નીચે પહોંચી શકે છે.

Wonders of Kashmir

IMDએ ચેતવણી આપી છે કે, આગામી ૩૬ કલાક હવામાન માટે પડકારજનક બની શકે છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનો અને ધુમ્મસનો પ્રભાવ વધશે જ્યારે દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *