ગુજરાતના અડીને આવેલું અને રાજસ્થાનનું એક માત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે. અહીં બરફની ચાદર છવાઈ છે. જેની અસર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડી પ્રસરી છે.

નવેમ્બર મહિનામાં દેશના ઉત્તર ભાગમાં ઠંડીના મોજાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગુજરાતના અડીને આવેલું અને રાજસ્થાનનું એક માત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે. અહીં બરફની ચાદર છવાઈ છે. જેની અસર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડી પ્રસરી છે.

બીજી તરફ દક્ષિણ રાજ્યોમાં વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે. ૧૯ નવેમ્બરે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. તો ચાલો તમને જણાવીએ કે આજે તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે.

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું

રાજસ્થાનના હિલ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાંથી કાતિલ ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. જેની અસર પડોશી રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિસ્તારોમાં શીત લહેર પ્રસરી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડીને ૧૩.૫ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. નીચેના કોષ્ટકમાં જુઓ ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું.







