જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકી હુમલાનું કાવતરું!

ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી કે જૈશ-એ-મોહમ્મદ ફરી પુલવામા જેવી આતંકી ઘટનાનું કાવતરું ઘડી રહ્યું છે.

J&K terror attack: 44 dead in J&K's deadliest attack, convoy had 78 buses  with 2,500 jawans

ગુપ્તચર એજન્સીઓની ટોચની ચેતવણી બાદ જમ્મુ-કાશ્મીરનું સુરક્ષા તંત્ર સખત સતર્ક થઈ ગયું છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા ફરી એક વાર મોટી સુસાઇડ કાર-બોમ્બ અથવા આત્મઘાતી ટુકડી સક્રિય થયાની તૈયારીના પગલે પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.

44 CRPF jawans killed, 70 injured in Pulwama terror attack in J&K

ઓપરેશન “સિંદૂર” દરમિયાન પોતાના નેટવર્કના વિનાશ અને પરિવારના અનેક સભ્યોના મોત જોઈ ચૂકેલા જૈશ-એ-મોહમ્મદે ફરી પુલવામા જેવી ઘટનાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ મુજબ સંગઠન દક્ષિણ કાશ્મીર સહિત ખીણના મહત્વપૂર્ણ વિસ્તારોમાં વાહન-આધારિત આત્મઘાતી વિસ્ફોટકો અથવા સુસાઇડ સ્ક્વાડનો ઉપયોગ કરી શકે છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના પુલવામા હુમલાની જેમ સીઆરપીએફ કાફલા અથવા ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવા માટે જૈશ સક્રિય રીતે ગ્રાઉન્ડ પર મૂવમેન્ટ કરી રહ્યું છે.

Jammu Kashmir Terrorist Attack Encounter Video Update | Ganderbal Baramulla  | कश्मीर हमला- लश्कर के संगठन TRF ने ली जिम्मेदारी: रेकी के बाद टनल साइट पर  की थी फायरिंग; डॉक्टर-6 ...

ચેતવણી મુજબ જૈશ માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં. પરંતુ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ હુમલાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી સંપૂર્ણ મંજુરી મળી હોવાનું સૂત્રો જણાવે છે. આ જાણ થયા પછી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તૈયારીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા તંત્રે પેટ્રોલિંગ વધારી દીધું છે. જમ્મુ–શ્રીનગર હાઇવે સહિત તમામ મહત્વપૂર્ણ માર્ગો પર વાહનોની તપાસ તીવ્ર કરવામાં આવી છે. છેલ્લા મહિનાઓમાં ચોરાયેલા વાહનોની વિશેષ ડેટાબેઝ તૈયાર કરી સંભવિત વિસ્ફોટક વાહન શોધવાની તૈયારી પણ શરૂ થઈ છે.

Jammu Kashmir Terrorist Attack Encounter Video Update | Ganderbal Baramulla  | कश्मीर हमला- लश्कर के संगठन TRF ने ली जिम्मेदारी: रेकी के बाद टनल साइट पर  की थी फायरिंग; डॉक्टर-6 ...

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ કટરા અને માતા વૈષ્ણો દેવી ભવન ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક બનાવી દેવામાં આવી છે. કટરા ખાતે તમામ ચેકપોઇન્ટ પર વાહનોની સંપૂર્ણ સ્ક્રિનિંગ થઈ રહી છે. મુખ્ય બસ સ્ટેન્ડ, આઈએસબીટી કાઉન્ટર, નોંધણી કેન્દ્રો અને યાત્રા માર્ગો પર સીઆરપીએફ અને પોલીસ દ્વારા હાઈ એલર્ટ જારી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ભક્તોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને યાત્રા મુશ્કેલી મુક્ત રાખવા માટે તમામ એજન્સીઓ કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *