ડોનાલ્ડ ટ્રમ્પના ભારે ટેરિફ્સને કારણે અમેરિકાના F-૩૫ જેટ પ્રોગ્રામને વૈશ્વિક સ્તરે કરારો ગુમાવવા પડ્યા. ૨૦૨૫ માં પોર્ટુગલ, સ્પેન, ભારત સહિતના દેશોએ ડીલ રદ કરી. કુલ ૧૫૦ જેટનો ઓર્ડર રદ થતા અમેરિકાને $ ૧૦૦ બિલિયનથી વધુનું નુકસાન થયું છે.
![]()
અમેરિકાના પૂર્વ અને હાલના રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવેલા નેતા ડોનાલ્ડ ટ્રમ્પની America First નીતિ હવે અમેરિકાની જ સુરક્ષા અને રક્ષા તૈયારીને ખીણ તરફ ધકેલી રહી છે એવી ચિંતાઓ વધતી જણાઈ રહી છે. ટ્રમ્પે આયાતી માલ પર ધડાધડ 10% થી લઈને 50% સુધીના ભારે ટેરિફ્સ લગાવ્યા, જે તેમના મત પ્રમાણે અમેરિકન નોકરીઓ અને ઉત્પાદનને સુરક્ષિત રાખવા જરૂરી પગલું હતું. પરંતુ આ નીતિએ જ અમેરિકાના સૌથી અદ્યતન ફાઇટર જેટ પ્રોગ્રામ F-35 Lightning II ને ગંભીર અસર પોહંચાડી છે.


2025માં ટ્રમ્પનું રેસિપોકલ ટેરિફ રુલ્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. જે દેશ અમેરિકા પર ટેક્સ લગાવે, તેને અમેરિકા પણ રીટર્ન ટેરિફ ચોપડે. એપ્રિલ સુધી સરેરાશ ટેરિફ 27% પર પહોંચ્યું. 100 વર્ષમાં સૌથી ઉંચું. પરંતુ F-35 પ્રોગ્રામના spare parts અને સામગ્રી વિશ્વના જુદા જુદા દેશોથી આવે છે. ભયંકર ટેરિફને કારણે spare parts મહાંગા બન્યા અને જેને કારણે ભાગીદાર દેશો ગુસ્સે થયા, પ્રતિષ્ઠિત એયરફોર્સ ટેન્ડર રદ કરી રહ્યા છે અને તેના બદલે Rafale, Eurofighter, Gripen જેવી યુરોપિયન વિકલ્પો પસંદ કરી રહ્યા છે.

2025માં રદ થયેલા મોટા દેશ અને નુકશાનો
પોર્ટુગલ — માર્ચ 2025માં 36 જેટનો ઓર્ડર રદ્દ કર્યો અને તેના બદલે Rafale અને Gripen પર ભાર મૂક્યો.
ભારત — Aero India 2025માં F-35નું શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું પરંતુ 50% ટેરિફને કારણે કિંમત આસમાને પહોંચી અને ભારતે આ ડીલ સીધી ખારીજ કરી. ભારત હવે સ્વદેશી ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં invest કરી રહ્યું છે.
સ્વિટ્ઝર્લેન્ડ — 36 જેટનો $9.1 બિલિયનનો ડીલ political shock હેઠળ. સ્વિસ ઘડિયાળ અને ચોકલેટ પર 39% ટેક્ષ લાગતા દેશના લોકો અને સાંસદો નારાજ થયા. 42,000 લોકોએ ડીલ રદ કરવા માટે અરજી પર હસ્તાક્ષર કર્યા.
સ્પેન — 45–50 જેટનો ઓર્ડર રદ કર્યો. NATO ખર્ચ અંગે ટ્રમ્પના તીખા નિવેદનોથી સ્પેન અપમાનિત અનુભવે છે.
કેનેડા — 72 જેટનો ડીલ ફરી રિવ્યુ હેઠળ. 16 જેટ મળી ગયા પરંતુ trust deficit વધ્યો.
સ્વીડનનાં Gripen aircraft પ્રોગ્રામે 10,000 નોકરી આપવાની ખાતરી આપી છે, જે યુરોપની એરસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે મોટો બૂસ્ટ બની રહ્યો છે. કુલ મળીને 150 જેટ રદ્દ થયા છે જ્યારે 72 અનિશ્ચિત સ્થિતિમાં છે — અનુમાન મુજબ આ બધાનો નુકસાન $100 બિલિયનને પાર જશે.
પેન્ટાગોને 2026 માટે પોતાના domestic order ઘટાડવા પડ્યા. અમેરિકાના taxpayers પર ભાર વધશે — અંદાજે દર પરિવાર પર $1,200 જેટલો વધારાનો ટેક્ષ બોજ. અમેરિકાના સાથી દેશો હવે Make in Europe નીતિ તરફ જઈ રહ્યા છે, NATO ગઠબંધનમાં ઉખેડા વધી રહ્યા છે અને Lockheed Martinને manufacturing jobs કાપવાની સ્થિતિ આવી રહી છે.
નવેમ્બર 2025માં ટ્રમ્પે સાઉદી અરેબિયાને F-35 વેચવાની મંજૂરી આપી — પરંતુ અમેરિકાની congress yet to approve છે. સૌથી મોટો વિરોધ ઈઝરાયેલ તરફથી આવ્યો છે, કારણ કે મધ્યપૂર્વમાં F-35ની મોનોપોલી હજુ સુધી માત્ર ઈઝરાયેલ પાસે હતી. આ નિર્ણય રાજનૈતિક અને વ્યૂહાત્મક રીતે ગંભીર પરિણામ લાવી શકે છે.
સુરક્ષા વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે આ ટેરિફ પોલિસી વૈશ્વિક વેપાર યુદ્ધ તરફ દોરી શકે છે, મોંઘવારી વધારી શકે છે, અમેરિકાની જ રક્ષા ક્ષમતાને કમજોર બનાવી શકે છે. ટ્રમ્પને આ નીતિમાં ફેરફાર કરવાની જરૂર પડશે તેવી સંભાવના છે.
