આજથી સંસદનાં ઇતિહાસમાં સૌથી ટૂંકુ શિયાળુ સત્ર

વિરોધ પક્ષોએ રવિવારે ૧ ડિસેમ્બરથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્ર અગાઉ સર્વ પક્ષીય બેઠકમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (અસઆઇઆર)  અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ ચર્ચા કરાવવાની માંગ કરી હતી. સરકારે જણાવ્યું છે કે તે સંસદને સરળતાથી ચલાવવા માટે તમામ સાથે વાત કરશે.
Parliament's Winter Session beings today | Kashmir Reader

સત્ર અગાઉ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ૩૬ રાજકીય પક્ષોનાં ૫૦ થી વધુ નેતાઓ હાજર રહ્યાં હતાં. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડા, સંસદીય બાબતોનાં પ્રધાન કિરેન રિજિજુ અને  રાજય કક્ષાનાં સંસદીય બાબતોનાં પ્રધાનો અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગન હાજર રહ્યાં હતાં. 

Opposition warns of Parliament disruption if SIR debate not allowed

બેઠકમાં એસઆઇઆરનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વિરોધ પક્ષનાં નેતાઓએ દિલ્હી વિસ્ફોટ પછી રાષ્ટ્રીય સુરક્ષા અને લેબર કોડ જેવા બીજા કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતાં. 

Winter session starts today, SIR likely to make it stormy | India News - The  Times of India

બેઠકમાં કેટલાક લોકોએ ફેડરલિઝમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે ગવર્નર રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને રોકે છે અને વિપક્ષી શાસનવાળા રાજ્યોનાં ફંડ પણ રોકવામાં આવી રહ્યાં છે. વિપક્ષોએ સરકારને ધમકી આપી છે કે જો એસઆઇઆર મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવામાં નહીં આવે તો તે ંસંસદનાં બંને ગૃહોની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરશે.

Winter Session: At all-party meeting, Opposition demands debate on SIR,  national security; govt seeks cooperation - The Tribune

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર વિજય મળ્યા પછી સત્તાધારી એનડીએ પોતાના સુધારાઓને આગળ વધારતા ૧૪ કાયદા લાવી શકે છે. 

Parliament Winter session: Govt to push reform agenda, Opposition to take  on govt over SIR - The Hindu

સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થશે અને ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં ૧૫ દિવસ કાર્ય થશે. સંસદનાં ઇતિહાસમાં આ સૌથી નાનું સત્ર હશે. મોદી સરકારે આ સત્ર માટે ૧૪ બિલ લિસ્ટેડ કર્યા છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *