જાણો ૦૫/૧૨/૨૦૨૫ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં ૧૭ ક. ૩૭ મિ.થી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૬ મિ. (સૂ) ૭ ક. ૫૧ મિ. (મું) ૭ ક. ૪૭ મિ.

જન્મ રાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ રાતના ૧૦ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.

નક્ષત્ર : રોહિણી ૧૧ ક. ૪૮ મિ. સુધી પછી મૃગશીર્ષ.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરુ-મિથુનમાં વક્રી થઈને ૧૭ ક. ૩૭ મિ.થી શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ રાતના ૧૦ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન, હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત:૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: માગશર/ ૧૪/ વ્રજ માસ: પોષ-૧

માસ-તિથિ-વાર : માગશર વદ એકમ

– ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં ૧૭ ક. ૩૭ મિ.થી

– બજારોમાં ફેરફાર !

– દેશ-દુનિયાના રાજકારણમાં ઉતાર-ચઢાવ !

– હુથરી (કુર્ગ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૨મો રોજ ગોવાદ

આજ નું રાશિફળ

What's your zodiac sign?

મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

Your Public Speaking Strengths (And Weaknesses) According To Your Horoscope| The Beautiful Blog

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી પ્રતિભા અને ઊર્જા બંનેમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને મહત્વના કાર્યોને પૂરા કરી શકશો. સાહસ અને જોખમ લેવાની વૃત્તિ રહેશે. કામના સ્થળે આજે તમારી નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત થશે. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે સારો દિવસ છે. સહકર્મીઓ પર વર્ચસ્વ જાળવી શકશો. પ્રેમ સંબંધોમાં ઉત્સાહ અને રોમાંસ જળવાશે. પાર્ટનર સાથે વિવાદ ટાળવા. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. લાંબા સમય બાદ આજે જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમારી ખુશીનો પાર નહીં રહે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખર્ચા પર નિયંત્રણ રાખવાનો રહેશે. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે. આધ્યાત્મિક અને એકાંત પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે. કામના સ્થળે આજે તમે કરેલું પડદા પાછળનું કામ જ તમને સફળતા અપાવશે. ધંધામાં કોઈ મોટું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું. અંગત સંબંધોમાં ગોપનીયતા જાળવવી. જૂની વાતોને ભૂલીને આગળ વધવું. અનિદ્રા અથવા પગ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તણાવથી દૂર રહેવું. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરશો.

મિથુન રાશિના જાતકોને આજનો દિવસ આર્થિક લાભ કરાવનારો સાબિત થશે. આજે મિત્રો, મોટા ભાઈ-બહેન અને સામાજિક વર્તુળનો સહયોગ પ્રાપ્ત થશે. આવકના નવા સ્રોત ઊભા થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો છે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. ટીમ વર્કમાં સફળતા મળશે. મિત્રો સાથે મુલાકાત કે પાર્ટીનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે. માનસિક રીતે ઉત્સાહિત રહેશો. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે શિક્ષક સાથે વાત કરવી પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ધ્યાન કરિયર અને પબ્લિક ઈમેજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. કાર્યક્ષેત્રે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. પ્રમોશન અથવા પગાર વધારાની સંભાવના છે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. અંગત જીવન કરતાં વ્યવસાયિક જીવન પર વધુ ધ્યાન આપશો. કામના બોજને કારણે થોડો થાક અનુભવાશે. પૂરતો આરામ લેશો તો તમને સારું લાગશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્ય આજે તમારો સાથ આપશે. ધાર્મિક યાત્રાનો યોગ બની શકે છે. ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. કરિયરમાં લાંબી મુસાફરીથી લાભ થઈ શકે છે. નવા જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે સારો સમય છે. જીવનસાથી સાથે લાંબી મુસાફરીનું આયોજન થઈ શકે છે. સંબંધોમાં વિશ્વાસ અને સકારાત્મકતા વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મન પ્રસન્ન અને શાંત રહેશે. જીવનસાથી સાથે આજે મોજ-શોખમાં સમય પસાર કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અણધાર્યા ખર્ચ અને પડકારો લઈને આવવાનો છે, પરંતુ તમે તમારી સૂઝબૂઝથી તેમાંથી સરળતાથી બહાર આવી જશો. આજે તમારે ગુપ્ત બાબતો પર ધ્યાન આપવું. સંશોધન અને ગહન અભ્યાસ માટે સારો દિવસ છે. રોકાણ અથવા વારસા સંબંધિત મામલાઓમાં ગૂંચવણ થઈ શકે છે. કોઈની સાથે નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ભાવનાત્મક ગહનતા અનુભવશો. સંબંધોમાં ત્રીજી વ્યક્તિનો હસ્તક્ષેપ ટાળવો. માનસિક તણાવથી દૂર રહેવું. ખાવા-પીવાનું તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો મુશ્કેલી થઈ શકે છે.

આ રાશિના જાતકોનું ધ્યાન આજે પાર્ટનરશિપ અને પબ્લિક ઈમેભાગીદારી અને જાહેર સંબંધો પર રહેશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. નવા કરારો પર હસ્તાક્ષર કરવા માટે સારો દિવસ છે. વ્યવસાયિક ભાગીદારી મજબૂત બનશે. જાહેર ક્ષેત્રે સફળતા મળશે. વાટાઘાટોમાં સફળતા પ્રાપ્ત થશે. વિવાહિત જીવનમાં ખુશી અને સંવાદિતા જળવાશે. પાર્ટનર સાથે સારો સમય વિતાવશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ખુશ અને સંતુષ્ટ અનુભવશો. માતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પોતાની દિનચર્યા, કામકાજ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. મહેનત અને સમર્પણથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે. સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવવો. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. વ્યસ્તતાને કારણે અંગત જીવનને ઓછો સમય આપી શકશો, પરંતુ તમારે પૂરતો પ્રયાસ કરવો પડશે. પેટ સંબંધિત નાની સમસ્યા થઈ શકે છે. દિનચર્યા નિયમિત રાખવી. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માગણી પૂરી પણ કરશો.

ધન રાશિના જાતકોનું સંપૂર્ણ ધ્યાન આજે રચનાત્મકતા, પ્રેમ અને સંતાન સંબંધિત બાબતો પર ધ્યાન રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ શુભ છે. કલા, શિક્ષણ અને મનોરંજન ક્ષેત્રના લોકોને સફળતા મળશે. રોકાણથી ફાયદો થવાની સંભાવના છે. આજે કોઈને કોઈ પણ વચન આપતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આપો. પ્રેમ સંબંધો માટે દિવસ ઉત્તમ છે. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. સંતાન તરફથી ખુશી મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક ઉત્સાહ જળવાઈ રહેશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને આગળ વધશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધ્યાન ઘર, પરિવાર અને જમીન-જાયદાદ પર રહેશે. પારિવારિક મામલાઓમાં સફળતા મળી શકે છે. માતાનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવી. ઘર કે સ્થાવર મિલકત સંબંધિત રોકાણ માટે દિવસ સારો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ નફો થશે. પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિ જળવાશે. ઘરની સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે. માનસિક શાંતિ જળવાશે. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. આજે આકસ્મિક ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.

કુંભ રાશિના જાતકો આજે કામના સિલસિલામાં કોઈ યાત્રા પર જવાની યોજના બનાવશે. ભાઈ-બહેન સાથેના સંબંધો આજે મહત્ત્વપૂર્ણ રહેશે. તમારી વાતચીતની કુશળતાથી કામ પાર પાડી શકશો. કોઈ મોટી ડીલ ફાઈનલ થતાં બિઝનેસમેનની ખુશીનો પાર નહીં રહે. કાર્યક્ષેત્રે નાની મુસાફરીથી લાભ થઈ શકે છે. લેખન અને મીડિયા સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા જાળવવી. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કાન કે ગળાની નાની સમસ્યા થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો માટે ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આજે તમને ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારી વાણીથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. અટકેલા નાણાં પાછા મળી શકે છે. રોકાણ માટે સારો દિવસ છે. તમારી કલાત્મક ક્ષમતાથી ધંધામાં લાભ થશે. પારિવારિક જીવનમાં ખુશી જળવાશે. ભોજનનો આનંદ માણશો. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમે મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવાની યોજના બનાવશો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *