હજારો એચ-૧બી અરજદારોના ઈન્ટરવ્યૂ અચાનક મોકૂફ

મહિનાનાં અંતમાં ભારતમાં થનારા હજારો એચ-૧બી અરજદારોનાં અગાઉથી નિર્ધારિત ઇન્ટરવ્યુ અચાનક અનેક મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઇન પ્રોફાઇલ તપાસ કરવા માટે આ ઇન્ટરવ્યુ મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

H1B Visa Interviews Of Thousands Of Applicants In India Cancelled  Triggering Outrage

આગામી સપ્તાહમાં જે અરજદારોનાં ઇન્ટરવ્યુ હતાં તેમને અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યુ આગામી વર્ષે મે સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. 

Humiliation ritual for Indians': Outrage over US postponing H-1B interviews  - US News | The Financial Express

વધુ તપાસ કરવાના ભાગરૂપે એચ-૧બી વિઝા અરજદારોના નિર્ધારિત ઇન્ટરવ્યુ એક સાથે કેન્સલ કરવાથી તેમને અમેરિકા પરત ફરવામાં ઘણો વિલંબ થવાનો છે.  જે અરજદારોને ૧૫ ડિસેમ્બર કે તેના પછીની ઇન્ટરવ્યુ તારીખ આપવામાં આવી હતી તેમના ઇન્ટરવ્યુ ફરીથી શિડયુલ કરવામાં આવ્યા છે. તેમનામાંથી મોટા ભાગના અગાઉથી જ ભારતમાં હતાં. 

H-1B Visa Interviews Cancelled in India as US Implements Social Media  Vetting from December 15 - The420.in

અરજદારો ઇન્ટરવ્યુની નવી તારીખ આવવા સુધી અમેરિકા જઇ શકે તેમ નથી કારણકે તેમની પાસે નોકરી માટે અમેરિકા પરત જવા માટે માન્ય એચ-૧બી વિઝા નથી.

Multiple H-1B Visa Interviews Postponed Amid New Social Media Vetting Rules  | Outlook India

ઉદાહરણ તરીકે જેમના ઇન્ટરવ્યુ ૧૫ ડિસેમ્બરે થવાનાં હતાં તેમને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યુ માર્ચ મહિનામાં થશે. જેમના ઇન્ટરવ્યુ ૧૯ ડિસેમ્બરમાં થવાના હતાં તેમને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે મેનાં અંતમાં નવી તારીખ આપવામાં આવશે. 

Florida H1B Visa Ban: પહેલા અમેરિકનોને નોકરી આપો… ફ્લોરિડાની  યુનિવર્સિટીઓમાં H-1B વિઝા પર પ્રતિબંધના આદેશ - US Florida Bans H1B Visa at  State Universities, Hire Americans First

સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરવાના નવા નિયમોને ધ્યાનમાં રાખી અન્ય કેટેગરીનાં વિઝા અરજદારોના ઇન્ટરવ્યુની તારીખ પણ આગળ વધારવામાં આવી રહી છે. 

US Postpones H-1B Interviews for Indians Due to Social Media Verification  Issues - Oneindia News

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) અનુસાર તાજેતરના વર્ષોમાં તમામ મંજૂર એચ-1બી અરજીઓમાં ૭૧ % અરજીઓ ભારતીયોની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *