વાહન ચાલકોને ઝટકો

રાજ્ય સરકારે લાખો વાહનચાલકોને ખિસ્સા પર ભાર પડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પીયુસી કઢાવવું પહેલાં કરતા સહેલું અને સસ્તુ નહીં રહે. પીયુસી કઢાવવા માટે હવે વધુ પૈસા ચૂંકવવા પડશે કારણ કે સરકારે પીયુસી ની ફીમાં તોતિંગ વધારો કર્યો છે.

PUCC Fees: Govt to look into petrol dealers' call to hike PUCC fees | Delhi  News - Times of India

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયને કારણે રાજ્યભરમાં પીયુસી સર્ટિફિકેટની ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો વાહન ચાલકો પર સીધી અસર થવાની છે. અત્યાર સુધી જે પીયુસી સર્ટિફિકેટ ઓછી ફીમાં સરળતાથી મળી જતું હતું, હવે તે માટે વાહન ચાલકોને વધારે રકમ ચૂકવવી પડશે.

Pucc Online:अगर खो गया है आपके वाहन का पीयूसी प्रमाणपत्र, तो घबराएं नहीं,  घर बैठे ऐसे हासिल करें ऑनलाइन - How To Get Pollution Certificate Online How  To Download Puc Certificate Online - Amar Ujala Hindi News Live

પીયુસી ના દરોમાં રૂ. ૧૦ થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અલગ-અલગ પ્રકારના વાહનો માટે પીયુસી ની ફી અલગ હોય છે અને હવે આ તમામ કેટેગરીમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ટુ વ્હીલર, કાર, ઓટો રિક્ષા અને વ્યાવસાયિક વાહનો ચલાવતા લોકો માટે આ વધારો બોજરૂપ સાબિત થવાની શક્યતા છે.

PUC Certificate: Benefits, Application Process (Online & Offline), and Why  It's Important

પીયુસી સર્ટિફિકેટ દરેક વાહન માટે ફરજિયાત છે. વાહન ચલાવતા સમયે જો પીયુસી માન્ય ન હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવે છે. એટલે વાહન ચાલકો પાસે વિકલ્પ નથી કે તેઓ પીયુસી ન કઢાવે. આવી સ્થિતિમાં ફીમાં થયેલો વધારો દરેક વાહન માલિકને સહન કરવો પડશે.

Vehicle owners without PUC certificates to face six-month imprisonment, Rs  10,000 fine, or both: Delhi govt | India News – India TV

રાજ્યમાં લાખોની સંખ્યામાં વાહનો નોંધાયેલા છે. તેમાં શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો રોજિંદા કામ માટે વાહનોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય નાગરિકો માટે આ વધારો મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે પહેલેથી જ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. હવે પીયુસી ની ફીમાં વધારો થતાં કુલ ખર્ચ વધુ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *