અમેરિકામાં વસતા ગેરકાયદે પ્રવાસીઓને મોટી ઓફર

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ સતત ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એવામાં હવે આવા ગેરકાયદે પ્રવાસીઓને સ્વેચ્છાએ ડિપોર્ટ થવા માટે ખાસ ઓફર આપવામાં આવી રહી છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાવ દ્વારા ગેરકાયદે પ્રવાસીઓને ૧ હજાર ડોલરના બદલે હવે ત્રણ હજાર ડોલરનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

Trump names India, China as high-tariff nations US President says, 'Tariffs  will be imposed on countries that harm US, this will happen very soon' |  Bhaskar English

અમેરિકામાં ગેરકાયદે રહેતી કોઈ પણ વ્યક્તિ  આ વર્ષના અંત સુધીમાં CBP One નામની એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવે તો તેમને અમેરિકાથી સ્વદેશ પરત ફરવા માટે મફતમાં ફ્લાઈટ ટિકિટ પણ આપવામાં આવશે. સોમવારે કરાયેલી જાહેરાતમાં વધુમાં કહેવાયું છે કે જે તે વ્યક્તિને કોઈ પણ પ્રકારના દંડ અને સજામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. 

File:Flag of the United States Department of Homeland Security.svg -  Wikimedia Commons

અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે ચેતવણી પણ આપી છે કે જો કોઈ ગેરકાયદે પ્રવાસી આ યોજનામાં સામેલ નહીં થાય તો ભવિષ્યમાં તેની ધરપકડ થઈ શકે છે અને તેના પર હંમેશા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *