ઉત્તર ભારતમાં ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. ચાલો જાણીએ કેવું રહેશે આગામી દિવાસોનું હવામાન.

છેલ્લા ઘણા દિવસોથી, પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધીના ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ પડી રહ્યું છે. સવારના સમયે ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. એવામાં લોકોને ઘરોમાં જ રહેવાની ફરજ પડી છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આ ક્રિસમસ પર રાજધાનીમાં દિલ્હીમાં પહાડો જેવી ઠંડી અનુભવાઈ શકે છે.

કાશ્મીરમાં બરફવર્ષાને કારણે કારણે હવામાન વધારે ઠંડુ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં પણ બરફવર્ષાથી હવામાન ખુશનુમા થઈ ગયું છે. દરમિયાન, જેટ સ્ટ્રીમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળી રહી છે. એવામાં હવામાન વિભાગની આગામી દિવસોના હવામનની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે, આગામી કેટલાક દિવસો સુધી ઇન્ડો-ગંગાના મેદાન એટલે કે પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસ ચાલુ રહેશે. દક્ષિણ ભારતમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે હળવો વરસાદ પડી શકે છે.

