અમેરિકન પત્રકારે ઝેર ઓક્યું

અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે નફરત ફેલાવતા તત્ત્વો વધુ સક્રિય બન્યા છે. અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને હડકંપ મચાવ્યો છે. તેમે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૬ માં અમેરિકામાં ભારતીયો પર વ્યાપક હિંસા થશે અને બચવાનો એકમાત્ર રસ્તો તેમને ભારત પાછા મોકલવાનો છે.

'બધા ભારતીયોને તગેડી મૂકો નહીંતર...', અમેરિકન પત્રકારે ઝેર ઓક્યું, ડરામણી ભવિષ્યવાણી કરી 1 - image

મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૨૬ માં અમેરિકામાં ભારતીયો પ્રત્યે નફરત તેની ચરમસીમાએ હશે. ભારતીયોના ઘરો, વ્યવસાયો અને ખાસ કરીને હિન્દુ મંદિરો હિંસક હુમલાઓનું નિશાન બનશે. આ હુમલાઓ શ્વેત અમેરિકનો નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિકો અને પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે. ભારતીયોના જીવ બચાવવા માટે તેણે અત્યારે જ ‘દેશનિકાલ’ (Deport) કરીને ભારત મોકલી દેવા જોઈએ. જોકે, વિવાદ પછી તેણે આ પોસ્ટ ડિલિટ કરી હતી.

In an X post that was later deleted, Matt Forney warned that hatred against  Indians will reach a boiling point in 2026 #mattforney

મેટ ફોર્ની એક અમેરિકન લેખક અને પત્રકાર છે જે લાંબા સમયથી ઇમિગ્રેશન વિરોધી માનસિકતા ધરાવે છે. ભારતીય વિરોધી અને નફરતભર્યા નિવેદનો આપવા બદલ તેને તાજેતરમાં જ અમેરિકન મીડિયા આઉટલેટ ‘ધ બ્લેઝ’ માંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે ભારતીયોને રોજગારી આપતા H-1B વિઝા કાર્યક્રમનો પ્રખર વિરોધી રહ્યો છે અને સતત ભારતીય મૂળના લોકો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. તે પ્લેટફોર્મ X પર તે વારંવાર ભારતીયો માટે અપમાનજનક ટિપ્પણીઓ કરવા માટે જાણીતો છે.

Deport Every Indian': American journalist calls for mass deportation and  threatens violent attack against Indians

અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ પ્રકારના નિવેદનો ચિંતાનો વિષય છે. તાજેતરમાં અમેરિકાના વિવિધ શહેરોમાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલા બાદ આ પ્રકારની ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. જોકે, નિષ્ણાતો આને પાયાવિહોણી નિવેદનબાજી ગણાવી રહ્યા છે, પરંતુ સાયબર સેલ અને અમેરિકી સત્તાવાળાઓ આવા દ્વેષપૂર્ણ ભાષણો પર નજર રાખી રહ્યા છે.

Matt Forney claimed that what he described as “Indian hatred” in the US  would reach a “boiling point” next year, resulting in widespread violence.  https://t.co/Bs6BV1PEIB #US #Journalist #MattForney

મેટ ફોર્ની જેવા લોકો દ્વારા ફેલાવવામાં આવતી નફરત અમેરિકાના સામાજિક માળખા અને ભારતીય-અમેરિકન સંબંધો માટે જોખમી સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *