ટ્રમ્પનું મોટું નિવેદન: જે અમે કર્યું તે દુનિયામાં કોઈ ન કરી શકે’

અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સૈન્ય સુવિધાઓ અને અનેક ખાસ જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી. કારાકસની સાથે મિરાંડા, અરગુઆ અને લા ગુઇરા રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ થયા. આ હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના અનુસાર, વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા એડેલા ફ્લોરેસ હવે અમેરિકન સૈનિકોના કબજામાં છે. ત્યારે હવે અમેરિકન સૈન્ય કાર્યવાહી બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે દાવા કર્યો છે કે, તાનાશાહ માદુરોને સફળતાપૂર્વક પકડી પાડવા માટે વેનેઝુએલા પર મિલિટ્રી ઓપરેશન શરૂ થયું. અમેરિકાએ માદુરોની સૈન્ય શક્તિને તોડી પાડી. વેનેઝુએલા હવે અમારા કબજામાં. વેનેઝુએલામાં બદલાવ સુધી અમારું શાસન રહેશે. હુમલાની બીજી લહેર માટ તૈયાર રહો. અમેરિકન ઓઇલ કંપનીને વેનેઝુએલા મોકલીશું. જણાવી દઈએ કે, ટ્રમ્પે માદુરોનો એક ફોટો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓ બંધક છે અને આંખો પર પટ્ટી બાંધેલી છે.

Timeline: how Trump's threats against Venezuela unfolded

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને વેનેઝુએલા પર કરેલા હુમલા અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘વેનેઝુએલા પર હવે અમારો કબજો છે. ત્યાંની સત્તા હવે અમે ચલાવીશું. આ ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી શાંતિ સ્થાપિત ન થઈ જાય.’
Why has the US attacked Caracas and captured Venezuela's president? |  Venezuela | The Guardian
ટ્રમ્પે માદુરોને તાનાશાહ ગણાવતા કહ્યું કે, ‘અમેરિકા વેનેઝુએલામાં શાંતિ ઇચ્છે છે. આ સૈન્ય કાર્યવાહીમાં કોઈનું મોત નથી થયું અને ન તો એક પણ અમેરિકન સૈનિક માર્યો ગયો. ઓપરેશનનો ઉદ્દેશ્ય હિંસા નહીં, પરંતુ વેનેઝુએલામાં સ્થિરતા અને શાંતિ સ્થાપવાનો છે.’
Trump, Maduro and the Panama Precedent
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ‘અમેરિકા વેનેઝુએલાના લોકો માટે શાંતિ, સ્વતંત્રતા અને ન્યાય ઇચ્છે છે. અમેરિકામાં રહેતા વેનેઝુએલાના અનેક નાગરિકો પોતાના દેશ પરત ફરવા ઇચ્છે છે અને વેનેઝુએલા જ તેમની માતૃભૂમિ છે. અમેરિકા એ જોખમ ન લઈ શકે કે વેનેઝુએલાની સત્તા કોઈ એવા વ્યક્તિના હાથમાં જાય, જે ત્યાંના લોકોના હિતમાં કામ ન કરે. દાયકાઓ સુધી વેનેઝુએલાને ખોટા નેતૃત્વ સહન કરવું પડ્યું અને હવે અમેરિકા આવું ફરીવાર નહીં થવા દે. અમેરિકાનો ઉદ્દેશ્ય વેનેઝુએલામાં સ્થિરતા અને સારા ભવિષ્યને સ્થાપવાનો છે.’
Trump attacks Venezuela and dismisses Maduro: US military will stay.  Macron: good end to dictatorship. Sanchez: right violated - Il Sole 24 ORE

‘અમેરિકન ઓઇલ કંપનીઓ ટૂંક સમયમાં જ વેનેઝુએલામાં પ્રવેશ કરશે અને ત્યાં ખરાબ રીતે ધરાશાયી થયેલી ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી શરૂ કરશે. લાંબા સમયથી વેનેઝુએલાનો ઓઇલ બિઝનેસ સંપૂર્ણ રીતે ઠપ છે અને દેશ પોતાની વાસ્તવિક ક્ષમતાની સરખામણીએ ખુબ જ ઓછું ઉત્પાદન કરી રહ્યો હતો.’

Explosions heard in Caracas after Trump orders strikes

તેમણે દાવો કર્યો કે દુનિયાની સૌથી મોટી અમેરિકાની ઓઇલ કંપનીઓ અરબો ડોલરનું રોકાણ કરશે, જૂના માળખાનું સમારકામ કરશે અને ઉત્પાદન વધારીને દેશ માટે નફો કમાશે. આ પગલું વેનેઝુએલાના ઓઇલ ક્ષેત્રને પુનર્જીવિત કરશે.

The 'America First' President Takes On the World - The Atlantic

 ‘વેનેઝુએલા પર કરાયેલી અમેરિકન સૈન્ય કાર્યવાહી બાદ રાષ્ટ્રપતિ માદુરો અને તેની પત્ની હવે અમેરિકન ન્યાય વિભાગનો સામનો કરશે. અમેરિકન દળોએ કરાકસની વચ્ચોવચ સ્થિતિ એક અત્યંત સુરક્ષિત સૈન્ય કિલ્લા પર કાર્યવાહી કરીને માદુરોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવ્યા.’

US will 'run' Venezuela after Maduro's capture, says Trump

‘દુનિયાનો કોઈપણ દેશ તે ન કરી શકે, જે અમેરિકાએ કર્યું. આ હુમલામાં વેનેઝુએલાની તમામ સૈન્ય ક્ષમતાઓને નિષ્ક્રિય કરી દેવાઈ અને ઓપરેશન દરમિયાન કરાકસની વીજળી પણ બંધ કરી દેવાઈ, જે અમેરિકાની વિશેષ ટેકનિકલ ક્ષમતાનું પરિણામ હતું.’

ટ્રમ્પના અનુસાર, માદુરો અને તેમની પત્ની ન્યૂયોર્કના સાઉદર્ન ડિસ્ટ્રિક્ટમાં અમેરિકા અને તેના નાગરિકો વિરૂદ્ધ ઘાતક નાર્કો-આતંકવાદ ચલાવવાના આરોપમાં પહેલાથી જ આરોપો દાખલ છે.

‘અમેરિકા જરૂર પડશે તો વેનેઝુએલા પર બીજો અને ખુબ મોટો સૈન્ય હુમલો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. અમેરિકન વહીવટીતંત્રે પહેલાથી જ એક બીજી યોજના બનાવી રાખી હતી અને શરૂઆતમાં એ માની લેવાયું હતું કે એવું કરવું જરૂરી હશે. વેનેઝુએલામાં કરાયેલા હુમલાની સફળતાને જોતા હવે કદાચ તેની જરૂરિયાત નહીં પડે.’

અમેરિકન દળોએ પોતાના નક્કી ટાર્ગેટને અસરકારક રીતે હાંસલ કરી લીધો, જેનાથી વેનેઝુએલાની સૈન્યક્ષમતાને ગંભીર નુકસાન પહોંચાડ્યું. અમેરિકાની રણનીતિ સંપૂર્ણ રીતે તૈયાર છે અને પરિસ્થિતિ બગડવા પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમેરિકા કોઈપણ સ્થિતિ સામે લડવા માટે તૈયાર છે અને જો વેનેઝુએલા તરફથી કોઈ નવો ખતરો સામે આવે છે, તો જવાબ પહેલા કરતા વધુ આકરો હોય શકે છે.

‘વેનેઝુએલામાં કરાયેલું સૈન્ય ઓપરેશન અમેરિકાને ધમકી આપનારા લોકો માટે આકરી ચેતવણી છે. અમે આતંકવાદીઓ અને ગુનેગારોને અમેરિકા વિરૂદ્ધ વગર સજાએ કામ કરવાની ક્યારેય મંજૂરી નહીં આપીએ. આ કાર્યવાહી તે તમામ લોકો માટે સંદેશ છે જે અમેરિકાની સંપ્રભુતાને પડકાર આપવા અથવા નાગરિકોના જીવને જોખમમાં નાખવાનો વિચાર રાખે છે.’

‘અમેરિકાની વેનેઝુએલા સાથે પ્રસ્તાવિત ભાગીદાર ત્યાંના લોકોને સમૃદ્ધ, સ્વતંત્ર અને સુરક્ષિત બનાવશે. અમેરિકામાં રહેનારા વેનેઝુએલાના નાગરિકો પણ આ બદલાવથી ખુબ જ ખુશ થશે અને હવે તેમને કોઈ તકલીફનો સામનો નહીં કરવો પડે.’

માદુરોને તાનાશાહ ગણાવતા તેના પર અમેરિકામાં માદક પદાર્થોની તસ્કરી અને કાર્ટેલ દે લોસ સોલેસથી જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પે દાવો કર્યો કે, માદુરો અને તેમની પત્ની ન્યૂયોર્ક જઈ રહેલા જહાજ પર છે અને ન્યૂયોર્ક અને મિયામી વચ્ચે ટૂંક સમયમાં ફેંસલો થશે.

અમેરિકાના વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ માદુરોને પકડવાથી જોડાયેલા ઓપરેશનનું નામ ‘એબ્સોલ્યૂટ રિઝૉલ્વ’ જાહેર કરાયું છે. અમેરિકન વહીવટીતંત્રના અનુસાર, આ કાર્યવાહી મહિનાઓની તૈયારી અને અભ્યાસ બાદ અંજામ અપાયો. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલું મહત્ત્વનું પગલું ગણાવ્યું. અધિકારીઓનો દાવો છે કે, ઓપરેશન સચોટ યોજના હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *