પીએમ મોદીએ સોમનાથમાં નિહાળ્યો ભવ્ય ડ્રોન શો

સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 

Somnath Swabhiman Parv 2026; PM Modi Visit; 3000 Drone Show VIDEOS PHOTOS;  1000 Years Ghaznavi Attack | સોમનાથમાં પીએમ મોદીએ હાથમાં ત્રિશુળ ઉપાડ્યું: ભવ્ય  ડ્રોન-શો બાદ આતશબાજીથી સોમનાથ ...

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 

PM Modi shared a video on Somnath | PM મોદીએ સોમનાથ પર એક વીડિયો શેર કર્યો:  ગઝની, ખિલજી, ઔરંગઝેબ આએ ઔર ચલે ગએ, ભોલે બાબા કે આગે, પાપી સારે રાખ હુએ... |

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.  મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા ડમરુ બજાયા ભોલેનાથ ને’….., ‘શંભુ રે મહાદેવ શંભુ રે મહાદેવ’….., સહિતના શિવભક્તિ ગીતો, લોકગીતો અને પ્રસ્તુતિઓએ સોમનાથ અને શિવના સામંજસ્યને જીવંત કર્યું હતું. જે ગીતો પર ભાવિકોએ મન મૂકીને ડોલ્યા હતા.

A grand drone show with 3000 drones in the Somnath temple complex; Pilgrims  were mesmerized | સોમનાથ મંદિર પરિસરમાં 3000 ડ્રોનથી ભવ્ય ડ્રોન શો;  યાત્રિકો મંત્રમુગ્ધ, ભવ્ય આતશબાજીથી ...

ડ્રોન શોમાં સોમનાથના સાહસ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા વિવિધ દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સ્વાભિમાન પર્વનો લોગો, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, ત્રિશૂળ, ઓમ, સોમનાથને બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વીર હમીરજી અને અહલ્યાભાઈ હોલ્કર સહિત સોમનાથ પર આક્રમણ સાથે સંકળાયેલા દૃશ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રોએ અરબી સમુદ્ર પર રંગીન આભા રચીને માહોલને શિવમય બનાવ્યો હતો. ઉપસ્થિતોએ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ડ્રોન શોની પ્રસ્તુતિઓ વધાવી લીધી હતી. સાથે જ, ભવ્ય આતશબાજીએ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

PM Modi shared a video on Somnath | PM મોદીએ સોમનાથ પર એક વીડિયો શેર કર્યો:  ગઝની, ખિલજી, ઔરંગઝેબ આએ ઔર ચલે ગએ, ભોલે બાબા કે આગે, પાપી સારે રાખ હુએ... |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *