પીએમ મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ ૨ કિ.મી.ની શૌર્યયાત્રા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજશે અને ત્યારબાદ રાજકોટ તેમજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.

PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ, બાદમાં ઓમકાર મંત્રના જાપ  કરી ડ્રોન શૉ નિહાળ્યો | PM Modi Visits Somnath for Swabhiman Parv Begins 3  Day Gujarat Tour with ...

આજે વહેલી સવારથી જ શૌર્યયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડી વારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેવા પહોંચશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી એક મહાસભાને સંબોધશે પછી રાજકોટ જવા રવાના થશે. 

PM Modi shared a video on Somnath | PM મોદીએ સોમનાથ પર એક વીડિયો શેર કર્યો:  ગઝની, ખિલજી, ઔરંગઝેબ આએ ઔર ચલે ગએ, ભોલે બાબા કે આગે, પાપી સારે રાખ હુએ... |

‘સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પીએમ મોદી સવારે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં ૩૫ મિનિટ સુધી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે અને શૌર્યયાત્રામાં ૨ કિમીનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પહોંચશે. શોર્યના પ્રતીક સમાન ૧૦૮ તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાનારી આ શોર્ય યાત્રા ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતિક બનશે જે સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરશે.

https://www.divyabhaskar.co.in/sitemaps-v1--sitemap-google-news-1.xml

શૌર્યયાત્રા કરીને પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે. જ્યા એક કલાક સુધી સભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી ૧૨:૪૫ કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. જ્યા સાંજે ૦૫:૧૫ વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.

PM Modi shared a video on Somnath | PM મોદીએ સોમનાથ પર એક વીડિયો શેર કર્યો:  ગઝની, ખિલજી, ઔરંગઝેબ આએ ઔર ચલે ગએ, ભોલે બાબા કે આગે, પાપી સારે રાખ હુએ... |

સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ૨૦ થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તહેનાત કરાયા છે.’

Gujarat PM Narendra Modi Bhavnagar Visit; Roadshow, Launch, Inauguration |  આજે PM મોદી ગુજરાતમાં: ભાવનગરમાં રોડ શો અને જાહેરસભા, લોથલમાં બની રહેલા  નેશનલ મેરીટાઇમ હેરિટેજ ...

ઈસ ૧૦૨૬ માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. 

PM Modi Performs Somnath Puja Leads Shaurya Yatra Addresses Gathering |  સોમનાથ સ્વાભિમાન પર્વનો બીજો દિવસ: સોમનાથ મહાદેવની પૂજા કરી પીએમ મોદી 108  અશ્વો સાથે 2 કિમી લાંબી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *