ચીનની અવળચંડાઈ

ભારત ચીન બોર્ડર પર ચીનની અવળચંડાઈ ફરી વધી ગઈ છે, ચીને જમ્મુ કાશ્મીરની શકસગામ વેલી ક્ષેત્રને પોતાનો વિસ્તાર ગણાવ્યો છે, ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઇસી) થકી પાકિસ્તાન સુધી રસ્તો બનાવી રહ્યું છે. જે આ ક્ષેત્રમાંથી નીકળે છે. ભારતે આ મામલે કડક વલણ દાખવ્યું છે, ભારત આ ક્ષેત્રમાં કોઈ પણ ગેરકાયદેસર વિદેશી નિર્માણની વિરુદ્ધ રહ્યું છે. ભારતે ૯ જાન્યુઆરીએ પણ આ ક્ષેત્ર પર ચીનના કંટ્રોલને ગેરકાયદેસર કબજો ગણાવ્યો હતો. 

China Provokes India With 'Shaksgam Valley' Claim: Dispute Explained

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ સોમવારે કહ્યું હતું કે જે ક્ષેત્ર(શકસગામ વેલી)ને લઈને સવાલો ઉઠી રહ્યા છે તે ચીનનો ભાગ છે, પોતાના વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ચીનનો અધિકાર છે, તેના પર કોઈ સવાલ નહીં ઉઠાવી શકે. મહત્ત્વનું છે કે પાકિસ્તાને ૧૯૪૮ માં શકસગામ વેલી પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને ૧૯૬૩ માં આ ક્ષેત્ર ચીનને સોંપી દીધું હતું.

Here's how Pakistan Ceded Parts of (Diputed) Kashmir to China – Report  Syndication

માઓ નિંગએ વધુમાં કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાને ૧૯૬૦ ના દશકમાં સરહદ કરાર કર્યો હતો, બંને દેશો વચ્ચે પોતાની સરહદ નક્કી કરવામાં આવી હતી, આ નિર્ણય બંને દેશોએ પોતાના સંપ્રભુત્વના અધિકારો હેઠળ કર્યો હતો. 

Land of Lost Enchantment

સીપીઇસી અંગે ચીની પ્રવક્તાએ કહ્યું કે આ એક આર્થિક સહયોગ માટેની પરિયોજના છે, જેનો હેતુ લોકલ આર્થિક અને સામાજિક વિકાસને વધારવાનો છે, જેનાથી લોકોની જિંદગી વધારે સારી બનાવી શકાય, ચીન-પાક સરહદ કરાર અને સીપીઇસી નો કાશ્મીર મુદ્દા સાથે ચીનને કોઈ લેવાદેવા નથી, તે મામલે ચીનની સ્થિતિ હંમેશા પહેલા જેવી જ છે.

चीन का शक्सगम वैली पर भड़काऊ बयान|China claims Shaksgam Valley

૯ જાન્યુઆરીના રોજ કાશ્મીર મુદ્દે ચીનના વધતાં પ્રભાવ પર ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલને સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે શકસગામ વેલી ભારતનું ક્ષેત્ર છે, આપણે ૧૯૬૩ માં ચીન અને પાકિસ્તાનના કહેવા પૂરતા સરહદ કરારને માન્યતા આપી નથી, અમે આ સરદાર કરારને ગેરકાયદે માનીએ છીએ, ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સીપીઇસી ને પણ ભારત માન્યતા આપતું નથી, કારણ કે આ ભારતના ક્ષેત્રમાં થઈને જાય છે. જે પાકિસ્તાનના જબરદસ્તી અને ગેરકાયદે કબજામાં છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે, આ વાત ભારત પાકિસ્તાન અને ચીનને અનેક વખત જણાવી ચૂક્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *