મહારાષ્ટ્ર બીએમસી અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામો

Maharashtra Municipal Election Results Today | BMC Counting Begins 10 AM

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી ૨૯ નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના ૮૦૩ વોર્ડમાં કુલ ૧૫,૯૩૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.

Mumbai BMC Election Result 2026: देश के सबसे शक्तिशाली नगर निगम पर किसका होगा राज? एग्जिट पोल को लेकर हाई-स्टेक सस्पेंस,

BMC ચૂંટણીમાં શું છે સ્થિતિ? 

BMC ચૂંટણીના પરિણામ ( વલણ ) 

ભાજપ : ૯૦

શિવસેના ( યુબિટી ) : ૭૩

શિવસેના ( શિંદે ) : ૨૯

કોંગ્રેસ : ૧૬

MNS : ૧૦

NCP ( શરદ પવાર ) : 0

NCP ( અજિત પવાર ) : 0

VBA : 0

OTH : ૯

Chhatrapati Sambhajinagar Municipal Corporation Election Results 2026 live updates from Marathwada – Chhatrapati Sambhajinagar Parbhani Nanded Waghala Latur. Ward-wise winners, party performance and counting trends छत्रपती संभाजीनगर ...

મહારાષ્ટ્રના કઈ નગરનિગમમાં કયા પક્ષની જીત થઈ?

 

નગર નિગમ સૌથી મોટો પક્ષ
મુંબઈ ભાજપ
નવી મુંબઈ ભાજપ
થાણે શિવસેના ( શિંદે )
પૂણે ભાજપ
પિંપરી ચિંચવડ ભાજપ
પનવેલ ભાજપ
વસઈ વિરાર BVA
કલ્યાણ ડોંબિવલી શિવસેના ( શિંદે )
મિરા ભાયંદર ભાજપ
ઉલહાસનગર ભાજપ
ભિવંડી નિઝામપુર કોંગ્રેસ
સંભાજીનગર ભાજપ
નાગપુર ભાજપ
કોલ્હાપુર કોંગ્રેસ
સોલાપુર ભાજપ
અમરાવતી કોંગ્રેસ
અકોલા ભાજપ
ચન્દ્રપુર કોંગ્રેસ
પરભણી શિવસેના ( યુબિટી )
લાતૂર કોંગ્રેસ
માલેગાંવ AIMIM
નાંદેડ વાઘાલા ભાજપ
સાંગલી મિરાજ કુપવાડ ભાજપ
જલગાંવ ભાજપ
અહિલયાનગર NCP ( અજિત પવાર )
ધૂલે ભાજપ
જાલના ભાજપ
ઇચલકરંજી ભાજપ

Not the party, but BMC corporator in focus, claims survey; 50% women support BJP-Shiv Sena; Thackeray brothers won't get one-sided Marathi votes | Bhaskar English

મોટી નગરપાલિકાઓમાં ભાજપની જીત 

નાગપુર, પૂણે, થાણે, નવી મુંબઈ, નાસિકમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે. ચંદ્રપુરમાં કોંગ્રેસને જ્યારે પરભણી નગરમાં શિવસેના ( ઉદ્ધવ જૂથ )ને લીડ મળી છે. માલેગાંવમાં શિવસેના ( શિંદે ) સૌથી મોટી પાર્ટી બની છે 

લાતૂરમાં કોંગ્રેસનો ભવ્ય વિજય

લાતૂર નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી છે. અહીં કુલ ૭૦ માંથી ૪૩ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે જ્યારે ભાજપ ૨૨ બેઠક સાથે બીજા સ્થાન પર રહી.

માલેગાંવમાં ઓવૈસીની પાર્ટીએ તમામ રાજકીય પક્ષોને પછાડ્યા 

અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની એઆઈએમઆઈએમ માલેગાંવના 20 વોર્ડમાં આગળ ચાલી રહી છે.  ખાસ વાત એ છે કે ૮૪ વોર્ડ ધરાવતા માલેગાંવમાં ભાજપ ૨ બેઠક સાથે પાંચમા ક્રમે છે. 18 સીટ પર લીડ સાથે બીજા ક્રમે શિવસેના છે. સપા ૬ સીટ, કોંગ્રેસ ૩ બેઠક પર આગળ ચાલી રહી છે. 

નાગપુરમાં તમામ ૧૫૧ બેઠકના વલણ જાહેર 

નાગપુુરમાં તમામ બેઠકોના વલણો જાહેર થઈ ગયા છે. જેમાં ૧૫૧ માંથી ભાજપને ૧૧૩ બેઠક પર લીડ મળી છે. જ્યારે કોંગ્રેસને ૩૦ બેઠક પર, શિવસેના યુબીટી અને એનસીપીને ૧-૧ બેઠક પર લીડ મળી છે. જ્યારે અન્યોના ખાતામાં ૬ બેઠક આવી છે.   

નવાબ મલિકના ભાઈ હાર્યા 

નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકનો કુર્લા વેસ્ટ બેઠક પર પરાજય, તેઓ ૧૬૫ વોર્ડ નંબરની બેઠક પરથી ચૂંટણી લડ્ય હતા. તેમને એનસીપી અજિત પવારે ઉમેદવાર બનાવ્યા હતા.

નાગપુરના વલણોમાં ભાજપને બહુમતી 

નાગપુરની ૧૫૧ બેઠકમાંથી ભાજપ ૯૮ બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે. 

બીએમસીની પહેલી બેઠક કોંગ્રેસે જીતી 

બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર ૧૮૩ માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર ૨૧૪ પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે. 

ચૂંટણી પંચનો મોટો નિર્ણય 

આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે.  

નાગપુરમાં કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી પાછળ 

નાગપુરમાં ૧૫૧ માંથી ૭૩ બેઠકો વલણમાં ભાજપે ૫૭ બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ ૧૬ જ બેઠક પર આગળ છે. 

પૂણેમાં ભાજપની બેઠક ૫૦ ને પર 

પૂણેમાં ૧૬૫ બેઠકોમંથી ૭૫ બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી ૫૨ બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર ૧૮ જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં ૧ જ બેઠક આવી છે. 

સ્યાહી વિવાદ અંગે રાહુલ ગાંધીની પોસ્ટ 

રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે. 

સંજય રાઉતનો ગંભીર આરોપ 

સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે? 

ભાજપનો મજબૂત દેખાવ 

બીએમસી સહિત મહારાષ્ટ્રની ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ ૩૨ તો એનસીપી ૧૪ બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો ૪૬ બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન ૨૫, ઉદ્ધવ જૂથ ૧૯, કોંગ્રેસ ૨ બેઠક પર આગળ દેખાય છે.    

૬૦થી વધુ બેઠકો પર એનડીએ બિનહરિફ જીત્યું છે 

ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ૬૦ થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક ૪૩ ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ ૧૯ અને એનસીપીએ ૨ બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા. 

BMC પર સૌની નજર, એક્ઝિટ પોલમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી

આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ ૭૪,૪૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ ૨૨૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે ૧૧૪ બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

વિવિધ એક્ઝિટ પોલ્સ અનુસાર:

ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ): ૧૩૦ થી ૧૫૦ બેઠકો.

ઉદ્ધવ ઠાકરે (UBT) + રાજ ઠાકરે (MNS) ગઠબંધન: 58-68 બેઠકો.

કોંગ્રેસ + VBA ગઠબંધન: ૧૨-૧૬ બેઠકો.

અન્ય અને અપક્ષ: ૬-૧૨ બેઠકો.

આ હતા મુખ્ય રાજકીય ગઠબંધન

આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

મહાયુતિ: ભાજપે ૧૩૭ અને શિંદે જૂથની શિવસેનાએ ૯૦ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

ઠાકરે ગઠબંધન: શિવસેના (UBT) ૧૬૩ બેઠકો પર અને મનસે (MNS) ૫૨ બેઠકો પર લડી હતી.

કોંગ્રેસ ગઠબંધન: કોંગ્રેસે ૧૪૩ અને વંચિત બહુજન આઘાડી (VBA) એ ૪૬ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.

અજિત પવાર NCP: એકલા હાથે ૯૪ બેઠકો પર ચૂંટણી લડી હતી.

મુંબઈમાં ૪૧-૫૦ % મતદાન

૧૫ જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ ૪૧-૫૦ % મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી ૨૦૧૭ પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે ૨૦૨૨ માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર રહેશે.

Maharashtra Election Result 2026 LIVE Update; BJP Vs Shiv Sena UBT NCP  Winning Candidates | BMC Nagar Nigam Chunav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *