શું સ્માર્ટફોન કંટ્રોલ કરી રહ્યો છે તમારું જીવન?

મોબાઇલ જરૂરિયાત મુજબ ઠીક છે, પરંતુ ક્યારે તે આદત બની જાય છે અને ક્યારે વ્યસન બની જાય છે તેની ઘણીવાર ખબર પડતી નથી. તમે કેટલાક સંકેતોથી તમે જાણી શકો છો કે તમને પણ મોબાઇલ ફોનની લત લાગી ગઇ છે કે નહીં

Shock! Horror! Do you know how much time you spend on your phone? | Life  and style | The Guardian

આજના સમયમાં સ્માર્ટફોન દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોલ કરવાથી લઈને મેસેજ મોકલવા, સોશિયલ મીડિયા, ઓનલાઇન પેમેન્ટ, શોપિંગ અને મનોરંજન સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોબાઇલ જરૂરિયાત મુજબ ઠીક છે, પરંતુ ક્યારે તે આદત બની જાય છે અને ક્યારે વ્યસન બની જાય છે તેની ઘણીવાર ખબર પડતી નથી.

Smart Phone GIFs | Tenor

આવી સ્થિતિમાં ઘણા લોકો આખો દિવસ, સૂતા પહેલા અને ઉઠ્યા પછી તરત જ મોબાઈલ ફોન પર ચોંટી જાય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ફોન હંમેશા પોતાની સાથે રાખે છે, તો કેટલાક સંકેતોથી તમે જાણી શકો છો કે તમને પણ મોબાઇલ ફોનની લત લાગી ગઇ છે કે નહીં.

શું હવે દિલ તૂટેલા યુવા દિલોનો ઈલાજ વિજ્ઞાનમાં સંભવ છે? જાણો અહીં | Is  there a cure for broken young hearts in science know what research says -  Gujarati Oneindia

દર થોડી મિનિટે ફોન ચેક કરવો

ઘણા લોકોને કારણ વગર ફોન જોવાની આદત હોય છે. આમાં લોકો કોઈ પણ નોટિફિકેશન વગર વારંવાર ફોન ઉપાડવાનું શરૂ કરે છે. જો તમે આવું કરો છો તો તે મોબાઇલના વ્યસનની નિશાની હોઈ શકે છે.

Page 4 | Comparing phones Images - Free Download on Freepik

ફોનથી દૂર હોય ત્યારે બેચેની થાય

જો તમે ફોન ભૂલી જાઓ છો અથવા બેટરી ખતમ થઈ જાય છે ત્યારે તમે નર્વસ, ચીડિયા અથવા બેચેની અનુભવો છો, તો આ ફોનના વ્યસનની નિશાની પણ હોઈ શકે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે તમે ફોન પર વધુ પડતા નિર્ભર થઈ ગયા છો.

Page 70 | People on their phones Images - Free Download on Freepik

આમને-સામને વાતચીતમાં અભાવ

જો તમને લોકો સાથે સીધી વાત કરવામાં મુશ્કેલી આવી રહી છે અને તમે સોશિયલ મીડિયા અથવા ચેટ્સને વધુ પસંદ કરવા લાગ્યા છો, તો આ પણ ફોનના વ્યસનની નિશાની છે.

Page 10 | Happy girl holding phone Images - Free Download on Freepik

કામ પર ધ્યાન ન લાગવું

ઘણી વખત લોકોને વારંવાર ફોન ચેક કરવાની આદત હોય છે, જેના કારણે તેઓ પોતાના કામમાં ધ્યાન આપતા નથી. જો તમને પણ વારંવાર ફોન જોવાને કારણે તમારા અભ્યાસ, ઓફિસના કામ અથવા ઘરના કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તે વ્યસન તરફ નિર્દેશ કરે છે.

Page 59 | People phone happy Images - Free Download on Freepik

સંબંધોમાં તિરાડ પડવી

જો પરિવાર અથવા મિત્રો વારંવાર તમને ફોનથી દૂર રહેવાની સલાહ આપે છે અથવા તમારા કારણે સંબંધોમાં તિરાડ પડે છે, તો આ પણ વ્યસનની નિશાની છે. આ એક સ્પષ્ટ ચેતવણી છે કે મોબાઇલ તમારા જીવન પર હાવી થઇ રહ્યું છે.

Smartphones can ruin your romantic relationships - India Today

ખોટા સમયે ફોનનો ઉપયોગ કરવો

ઘણી વખત લોકો ખોટા સમયે ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જો તમે ડોક્ટરના ક્લિનિક, મીટિંગ, બાળકોના શિક્ષક સાથે વાતચીત કરતા સમયે અથવા ટ્રાફિક સિગ્નલ પર ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો આ મોબાઇલના વ્યસનના ગંભીર સંકેતો હોઈ શકે છે.

5+ Thousand Couple Phone Distance Royalty-Free Images, Stock Photos &  Pictures | Shutterstock

ઊંઘવાના સમયે ફોનનો ઉપયોગ કરવો

આજના સમયમાં ઘણા લોકોને રાત્રે ઊંઘતા સમયે મોબાઈલનો ઉપયોગ કરવાની આદત પડી ગઇ છે. મોબાઇલના વ્યસનને કારણે ઊંઘ ન આવવી, આંખોમાં બળતરા, ઝાંખી દ્રષ્ટિ, ગરદન અને કાંડામાં દુખાવો, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આ ફોનની લતના સંકેતો પણ હોઈ શકે છે.

ડિસ્ક્લેમર : વિશ્વ સમાચાર આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *