વાહન ચાલકો સાવધાન…

જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો.

વાહન ચાલકો સાવધાન... જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો 1 - image

કેન્દ્ર સરકારે હાઇવે પર ટોલની ચોરી રોકવા અને વસૂલાતને વધુ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારા વાહન પર હાઇવેનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમે ગાડીને લગતા જરૂરી દસ્તાવેજી કામો કરી શકશો નહીં. સરકારે આ માટે ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ’માં મહત્ત્વના સુધારા કરીને નવા નિયમો લાગુ કરી દીધા છે.

હવે FASTag નહીં હોય તો પણ નહીં ભરવો પડે બમણો ટોલ ટેક્સ, જાણો સરકારે કયા  લોકોને આપી છૂટ | Government changes rules regarding tax payment at toll  plazas

નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.

દેશના કોઈપણ હાઈવે પર આ લોકો પાસેથી નથી લેવામાં આવતો ટોલ ટેક્સ, જુઓ યાદીમાં  કોણ કોણ છે સામેલ? - toll tax not taken from these people on any highway of  country |

વાહન ટ્રાન્સફર: જો તમે ગાડી કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરવા માંગતા હશો, તો તેના માટે જરૂરી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મળશે નહીં.

ફિટનેસ સર્ટિફિકેટ: વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવશે નહીં.

નેશનલ પરમિટ: કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ જારી કરવામાં આવશે નહીં.

1 એપ્રિલથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ ટેક્સ સ્વીકારવાનું સંપૂર્ણ બંધ –  Gujaratmitra Daily Newspaper

હવેથી જ્યારે પણ વાહન માલિક NOC માટે અરજી કરશે, ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવવું પડશે કે વાહન પર કોઈ ટોલ બાકી નથી. જો ટોલ નાકા પરથી પસાર થતી વખતે સિસ્ટમમાં એન્ટ્રી થઈ ગઈ હોય પરંતુ પેમેન્ટ ન થયું હોય, તો પણ તેને બાકી રકમ જ ગણવામાં આવશે. સરકારનું કહેવું છે કે આગામી સમયમાં દેશભરમાં ‘બેરિયર-ફ્રી’ (નાકા વગરની) ટોલ સિસ્ટમ લાગુ થવાની છે, ત્યારે આવા નિયમો ડિજિટલ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *