રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન

રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે વિશ્વ રાજકારણમાં એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રશિયાના પ્રતિષ્ઠિત અખબાર ‘કોમર્સન્ટ’ને આપેલા ઈન્ટરવ્યુમાં મેદવેદેવે દાવો કર્યો છે કે, ‘સામૂહિક વિનાશના હથિયારો જ રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર પક્કી ગેરંટી છે.’ તેમણે ચેતવણી આપી છે કે વિશ્વમાં વધી રહેલી અસ્થિરતાને જોતા આગામી સમયમાં વધુને વધુ દેશો પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધશે.

Medvedev's Security Council Role Makes Him And it More Interesting - The  Moscow Times

મેદવેદેવે પરમાણુ શસ્ત્રોના પ્રસાર પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘વિશ્વ વ્યવસ્થામાં તિરાડ પડી છે, જે ઘણા દેશોને પોતાની રક્ષા માટે સૌથી અસરકારક રસ્તો શોધવા મજબૂર કરી રહી છે. કેટલાક દેશો નક્કી કરશે કે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પરમાણુ હથિયાર મેળવવાનો છે. ઘણા દેશો પાસે મિલિટ્રી ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવવાની ટેકનિકલ ક્ષમતા છે અને કેટલાક સંશોધન કરી રહ્યા છે. આ કદાચ માનવજાતના હિતમાં ન હોય, પરંતુ સત્ય એ છે કે માનવજાતે હજુ સુધી પોતાની રક્ષાની ગેરંટી આપવા માટે પરમાણુ હથિયાર સિવાય બીજો કોઈ રસ્તો શોધ્યો નથી.’

📰 BREAKING NEWS: Medvedev: Nukes Are the Only Real Deterrent to National  Threats 🇷🇺 Russia's Security Council Deputy Chairman Dmitry Medvedev  declared that a robust nuclear arsenal remains the ultimate safeguard for

અમેરિકા સાથેની ‘ન્યૂ START’ સંધિ પૂરી થવા મામલે મેદવેદેવે કહ્યું કે, ‘રશિયાએ પોતાના પરમાણુ હથિયારોને કારણે જ પોતાનું સાર્વભૌમત્વ ટકાવી રાખ્યું છે. યુરોપિયન અને બાઈડન પ્રશાસન હેઠળ અમેરિકીઓ સતત અમને સખત જવાબ આપવા માટે ઉકસાવી રહ્યા છે અને આ ઉકસાવનારી હરકતો ચાલુ છે.’ 

Russia's Nuclear Arsenal Holds 'Hothead' Countries in Check: Medvedev -  Newsweek

મેદવેદેવે વિચિત્ર તર્ક આપતા કહ્યું કે, ‘ભલે ન્યુક્લિયર હથિયારો સંઘર્ષમાં જોખમ વધારે છે, પરંતુ તે ખતરનાક ઈરાદા રાખનાર કોઈપણ વ્યક્તિના મગજમાં તાજી હવા નાખીને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપે છે. એટલે કે, પરમાણુ હથિયારના ડરથી દુશ્મન દેશ હુમલો કરતા સોવાર વિચારશે.’

Russia warns humanity at risk if West seeks to punish it over Ukraine |  Euractiv

અમેરિકાની ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને મેદવેદેવે અત્યંત ખતરનાક અને ઉશ્કેરણીજનક ગણાવી છે. તેમણે ચેતવણી આપી કે, આ સિસ્ટમથી વિશ્વનું સ્ટ્રેટેજિક બેલેન્સ બગડી શકે છે અને રશિયા તેના જવાબમાં નવા ડિલિવરી સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *