શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૭૭ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો.

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં ૭૭ માં પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો.

તેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગજ્જર ( બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષશ્રી )ઉપસ્થિત રહ્યા હતા.હરહંમેશની જેમ શાળાના પ્રમુખશ્રી ડૉ. મુકેશભાઈ એસ. પટેલ તેમજ સંસ્થાના ટ્રસ્ટીગણ સભ્યો અને માધ્યમિક તથા પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી , શિક્ષક મિત્રો તથા ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પર્વને દેશભક્તિમાં તરબોળ બનાવવા માટે (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ) ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા.તેમજ ટ્રસ્ટીમંડળ દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાઓમાં સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાયન્સ કલબ માંથી શ્રી જયંત ભાઈ તેમજ નયન ભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને લાયન્સ ક્લબ દ્વારા બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી એ તેમના વક્તવ્યમાં બાળ અધિકાર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર મુકેશભાઈ એસ પટેલ તેમના વક્તવ્યમાં પાઠશાળા સિવાયની અન્ય પાંચ શાળાઓ દ્વારા વ્યક્તિએ હર હંમેશ કંઈક શીખતું રહેવું જોઈએ તેવી પ્રેરણા આપી. પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી વેદાંગકુમાર એસ રાજ્યગુરુએ તેમના વક્તવ્યમાં બાળકની અંદર રહેલી અદભુત શક્તિને પારખવા માટે ઉદાહરણ આપ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી કૃપાબેન તેમજ હંસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીમિત્રો શિક્ષકની મહેનત વાલીગણનો સાથ સહકાર અને ટ્રસ્ટ મંડળના સહકારથી સફળ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *