પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નહીં રમે

Pakistan Boycotts India T20 World Cup Match | Govt Clears Participation

ભારતમાં યોજાનારા આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.

Pakistan Cricket Board T20 World Cup Decision | Bangladesh Provocation

પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય. 

T20 World Cup 2026 Pakistan | Pakistan's T20 World Cup fate rests with govt  after Bangladesh exit, says PCB chief - Telegraph India

પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સ્થિતિમાં આખા વર્લ્ડકપનું શેડ્યૂલ ખોરવાઈ શકે છે. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર છે, જોકે અત્યાર સુધી BCCI કે ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Pakistan T20 World Cup 2026 Participation Highlights: Final Decision Rests  On PM Shehbaz Sharif | Times Now

થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું હતું, પરંતુ હવે ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નવું નાટક શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *