પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું

ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ‘ટી-૨૦’ વર્લ્ડકપ ૨૦૨૬’ની શરૂઆત થવાની છે,

Pakistan Boycotts India T20 World Cup Match | Cancellation Impact

જોકે તેના બે દિવસ પહેલા પાકિસ્તાને નાટકો શરૂ કરી દીધા છે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નક્વીએ ભારત સામે મેચો રમવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે બુધવારે (૪ ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તેમની ટીમ આઈસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઈ-પ્રોફાઇલ મેચનો ઈસ્લામાબાદે બહિષ્કાર કરીને ટુર્નામેન્ટના નિયમોનો ભંગ કર્યો છે.

We'll Not Play Against India': Pakistan PM Shehbaz Sharif On IND-PAK T20  World Cup 2026 Match | Cricket News - News18

પોતાની નબળાઈ છુપાવવા માટે શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતાનું બહાનું આગળ ધર્યું છે. એક તરફ તેઓ કહી રહ્યા છે કે, રમતગમતમાં રાજકારણ ન હોવું જોઈએ અને બીજી તરફ પોતે જ રાજકીય કારણો આપીને મેચનો બહિષ્કાર કરી રહ્યા છે, જે તેમની બેવડી નીતિ છતી કરે છે. પાકિસ્તાન કેબિનેટને સંબોધતા શરીફે આ વિચિત્ર નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

ICC warns PCB over India match boycott

ભારત હંમેશા રમતને ખેલદિલીથી રમવામાં માને છે, જ્યારે પાકિસ્તાન આવા બહિષ્કારના નાટક કરીને માત્ર વિવાદો ઉભા કરવામાં માહિર છે. આ નિર્ણયથી પાકિસ્તાને ફરી સાબિત કર્યું છે કે તે રમતગમતના મેદાનને પણ પોતાના ખોટા એજન્ડા માટે વાપરતા અચકાતું નથી. પીએમ

ICC warns PCB of legal and financial fallout

આઈસીસી અગાઉ જ પીસીબી ને ચેતવણી આપી ચૂક્યું છે કે, મેચના બહિષ્કારની સ્થિતિમાં તેણે ગંભીર નાણાકીય અને કાયદાકીય પરિણામો ભોગવવા પડી શકે છે. બ્રોડકાસ્ટર તરફથી કાયદાકીય કાર્યવાહી અને પાકિસ્તાનના વાર્ષિક રેવન્યુ હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકલું-અટૂલું પડી જવાનું જોખમ પણ છે. નકવી પણ આ સ્થિતિથી વાકેફ છે. તેમને ખબર છે કે જો આઈસીસી તેમની સામે કડક પગલાં લેશે તો તેમનું બોર્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તેઓ વિશ્વભરમાં એકલા પડી જશે. આવી સ્થિતિમાં શક્ય છે કે પાકિસ્તાન ફરી પોતાની જ વાત પરથી ફરી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *