X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી પીએમ મોદી પર પ્રહાર

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી ‘એપસ્ટિન ફાઇલ’નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ મામલે શુક્રવારે એક વીડિયો શેર કર્યા બાદ આજે ફરી એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. 

PM Modi Lok Sabha Speech Deferred; Rajya Sabha Address Today | Budget  Session

રાહુલે આક્ષેપ કર્યો છે કે, એપસ્ટિન ફાઇલમાં મોદીજી, તેમના મંત્રી અને મિત્રનું નામ આવવું, તેમનું નામ જઘન્ય ગુનેગાર સાથે જોડાવું શરમજનક વાત છે. તેમનું માનવું છે કે, મોદી સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરીને દેશ વેચી નાખ્યો છે. તેમણે આ ડીલ કરીને આપણા દેશનો ડેટા આપી દીધો છે. આ ઉપરાંત આ ડીલથી ખેડૂતોને ખતમ કરી દેવાની સાથે ટેક્સટાઈલ ઉદ્યોગને પણ બરબાદ કરી નાખ્યો છે. આ બધું જ શરમની વાત છે.

Rahul Epstein Files: 'লজ্জা! এপস্টিনের মতো অপরাধীর সঙ্গে নাম জড়ানো...',  প্রধানমন্ত্রীকে নিশানা রাহুলের - rahul gandhi attack pm modi epstein trade  deal adani controversy india prb - Aaj ...

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ‘મોદીજી, તમે શરમની વાત કરો છો, પરંતુ હું તમને શરમની વાત જણાવું છું. એપસ્ટિન ફાઇલમાં તમારું, તમારા મંત્રી અને તમારા મિત્ર સાથે નામ હોવું, આવા જઘન્ય ગુનેગાર સાથે તમારું નામ જોડાવું – તે શરમની વાત છે. તમે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કરી છે, આ ડીલમાં તમે દેશને વેચ્યો છે, તે શરમની વાત છે. આપણા દેશનો ડેટા આપી દીધો, ખેડૂતોને ખતમ કરી દીધા, ટેક્સટાઇલ ઉદ્યોગ બરબાદ કરી નાખ્યો, તે શરમની વાત છે.’

Rahul Gandhi
@RahulGandhi
व्यापार समझौते पर संसद में अपने भाषण में मैंने Jiu-Jitsu का उदाहरण क्यों इस्तेमाल किया? अमेरिकियों को खुश करने के लिए हमारे किसानों की कुर्बानी क्यों दी गई? अमेरिका को हमारे तेल आयात तय करने देकर भारत की ऊर्जा सुरक्षा से समझौता क्यों किया गया? बिना किसी पारस्परिक वादे के, हर साल $100 बिलियन का अमेरिकी आयात बढ़ाने पर सहमति क्यों दी गई? मैंने यह क्यों कहा कि यह समझौता भारत को एक data colony बना सकता है? मोदी जी ऐसा समझौता क्यों मानेंगे, जिसमें भारत इतना कुछ दे रहा और बदले में बहुत कम मिलता दिख रहा है? इस शर्मनाक आत्मसमर्पण का जवाब प्रधानमंत्री पर डाले गए “grips” और “chokes” में छिपा है।

રાહુલે પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘આખો દેશ જાણે છે કે, અમેરિકામાં અદાણીનો કેસ ચાલી રહ્યો છે, જેના કારણે તમારી ઊંઘ ઉડી ગઈ છે. કારણ કે તે ભાજપ અને તમારા ફાયનાન્શિયલ આર્કિટેક્ચર પર કેસ સમાન છે. આ કેસ મામલે છેલ્લા ૧૪ મહિનામાં કોઈ કાર્યવાહી કરાઈ નથી, જે શરમની વાત છે. મોદીજી તમારે તમારા મિત્રો માટે જે યોગ્ય સમજો, તે કરો. હું અને કોંગ્રેસ પાર્ટીના બબ્બર શેર દેશની રક્ષા કરતાં રહીશું. અમે એક ઇંચ પાછીપાની નહીં કરીએ.’

Rahul Gandhi's big charge against PM Modi: 'Engaged in match fixing in Lok  Sabha elections' - BusinessToday

રાહુલ ગાંધીએ અગાઉ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં પણ એપસ્ટિન ફાઇલ, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, અદાણી કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, સંભવ છે કે, પીએમ મોદીનું નામ એપસ્ટિન ફાઇલમાં હોય. તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું તો છે જ.

Modi vs Rahul: Is Gandhi Proving His Maturity

‘વડાપ્રધાન મોદી આવી સમજૂતી પર સંમત કેમ થયા, સંપૂર્ણ સમર્પણ કેમ કર્યું. આનો જવાબ તેમના પર લાગેલા ગ્રિપ્સ (પકડ) અને ચોક્સ(ગળું દબાવવું)માં છુપાયેલું છે. એટલે કે રાહુલ એવું કહેવા માંગે છે કે, પીએમ મોદીને કંટ્રોલમાં લઈને ડીલ કરવામાં આવી છે, નહીં તો ખેડૂતો, શ્રમિકો સાથે આટલી મોટી છેતરપિંડી ન થાત.

Latest Rahul Gandhi News, Photos, Latest News Headlines about Rahul Gandhi-The  Hindu

રાહુલ ગાંધીએ શુક્રવારે એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, ‘મેં સંસદમાં ટ્રેડ ડીલ પર ભાષણ આપતી વખતે કહ્યું કે, અમેરિકનોને ખુશ કરવા માટે આપણા ખેડૂતોનું બલિદાન કેમ અપાયું? ભારતની ઊર્જા સુરક્ષા સાથે કેમ સમજૂતી કરાઈ? અમેરિકાને આપણા તેલ પુરવઠો પર નિર્દેશ આપવાની મંજૂરી કેવી રીતે મળી? કોઈપણ પરસ્પર વચન આપ્યા વગર અમેરિકાથી થતી આયાત 100 અબજ ડૉલર વધારવાની મંજૂરી કેમ અપાઈ? મોદીજીએ એવી સમજૂતીને મંજૂરી કેમ આપી, જ્યાં ભારત આટલું બધું આપે છે અને બદલામાં આટલું ઓછું મળવાનું પ્રતિત થાય છે? આ સંપૂર્ણ સમર્પણ થવાનો જવાબ પીએમ પર લાગેલા ગ્રિપ્સ અને ચોક્સમાં છે.’

Rahul Gandhi on Narendra Modi | 'What is shame?', Rahul Gandhi hits back at  PM Modi, cites Epstein files and Adani US case - Telegraph India

‘અમે જાણીએ છીએ કે, એપસ્ટિન ફાઇલમાં હરદીપ પુરીનું નામ છે. સંભાવના છે કે, તેમાં વડાપ્રધાન મોદીનું નામ પણ હોય. એવું લાગી રહ્યું છે કે, વડાપ્રધાન અમેરિકા અને ચીન વચ્ચે ફસાઈ ગયા છે. મેં ગ્રિપ અને ચોક્સ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો, કારણ કે, તે ખેલમાં તમે વિરોધીઓને કેવી રીતે નિયંત્રણમાં કરો છો, તેની ખબર પડી જાય છે.’

BREAKING | Hardeep Puri Breaks Silence On Epstein Files After Rahul  Gandhi’s Charge

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પર ‘એપસ્ટિન ફાઇલ્સ’ બાબતે જૂઠું બોલવાના ગંભીર આક્ષેપો કર્યા છે. હરદીપ પુરીએ પોતે સ્વીકાર્યું હતું કે, તેઓ જેફરી એપસ્ટિનને ૩-૪ વખત મળ્યા છે, પરંતુ કોંગ્રેસે ચોક્કસ તારીખો સાથેના દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે, હરદીપ પુરી વાસ્તવમાં ૧૪ વખત એપસ્ટિનને મળ્યા હતા. આક્ષેપ મુજબ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ હરદીપ પુરી અને એપસ્ટિન વચ્ચે ૯ વખત મુલાકાત થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે તે સમયે હરદીપ પુરી ન તો સંસદસભ્ય હતા કે ન તો ભાજપના કોઈ મોટા નેતા, છતાં પણ વડાપ્રધાન મોદીએ તેમને સીધા જ પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતા. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, હરદીપ પુરીની આ પ્રકારે થયેલી નિમણૂક પર તે સમયે ભાજપની અંદરથી જ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *