સાઉથ આફ્રિકા સામે કારમી હાર બાદ ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર

સાઉથ આફ્રિકા સામેની ભૂંડી હાર બાદ ટીમ ઇન્ડિયામાં ફેરફારની માંગ ઉઠી છે. જેમાં ફ્લોપ રહેલા અભિષેક શર્માની જગ્યાએ સંજુ સેમસનને મોકો આપવાની વાત થઇ રહી છે. તો અક્ષર પટેલને પણ ટીમમાં લાવવા માંગ ઉઠી છે.

T20 World Cup News Bulletin Feb 23: India Humbled, England Clinical,  Selection Debate Erupts - myKhel

રવિવારે આઈસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો ૭૬ રનથી કારમો પરાજય થયો હતો. સુપર 8 માં આ કારમાં  પરાજય બાદ ટીમની ભારે ટીકા થઈ હતી. ૮ નંબરથી સુધી બેટ્સમેન ધરાવતી  ટીમ માત્ર ૧૧૧ રનમાં જ આઉટ થઈ ગઈ. કોઈ પણ બેટ્સમેન ફાઇટ નહતો આપી શક્યો ખાસ કરીને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન, જેઓ ઓફ-સ્પિન સામે અનઈઝી દેખાતા હતા.

ICC Men's Cricket World Cup 2023 Afghanistan vs Pakistan baber azam

આ હાર બાદ ટીમમાં મોટા ફેરફારોની માંગ થઈ રહી છે. ભારતનો આગામી મુકાબલો ૨૬ ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે છે. એવું મનાઈ રહ્યું છે કે આ મેચમાં બે ફેરફાર થઈ શકે છે.

Parthiv Patel to Join Gujarat Titans as New Batting Mentor Ahead of IPL  2025: Report | Cricket News - News18

પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ સહિત અનેક પૂર્વ ક્રિકેટરોએ ટીમમાં ફેરફારની માંગ કરી છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અક્ષર પટેલ છે જેને છેલ્લી બે મેચમાં મોકો આપવામાં આવ્યો નહતો. પાર્થિવ પટેલનું માનવું છે કે અક્ષર પટેલને ટીમમાં પાછો લાવવા જોઈએ. તેને કહ્યું કે અક્ષર પટેલ પ્રેશરમાં મહત્વની ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે અને બોલિંગમાં પણ આર્થિક રીતે સક્ષમ છે. તેનું કહેવું છે કે મેચ-અપ સ્ટ્રેટેજીનું પોતાનું સ્થાન છે, પરંતુ અક્ષર જેવો ઓલરાઉન્ડર ટીમ બેલેન્સ માટે જરૂરી છે.

Miller made a diving catch with one hand

પાર્થિવ પટેલે ઓપનિંગ બેટિંગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં અભિષેક શર્મા સતત ચોથી મેચમાં ફ્લોપ ગયો છે. આથી તેને બહાર કરી શકાય છે. તેને એવો સંકેત આપ્યો કે ચેન્નાઈમાં રમાનારી મેચમાં સંજુ સેમસનને મોકો મળી શકે છે. તેને  કહ્યું કે લેફ્ટ હેન્ડ બેટ્સમેનોને ઓફ-સ્પિન સામે મુશ્કેલી પડી રહી છે આથી ટીમ મેનેજમેન્ટ ફેરફાર પર વિચાર કરી શકે છે.

India vs NZ: Ishan Kishan Fifty, Suryakumar Yadav Captaincy | Raipur

આ સિવાય ઇશાન કિશન ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેને અત્યાર સુધીમાં ૧૭૭ રન બનાવ્યા છે, જોકે તે સાઉથ આફ્રિકા સામે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો.

T20 World Cup 2026: Zimbabwe enter Super 8s after washout against Ireland

આ વર્લ્ડ કપમાં ભારતનો આગામી મુકાબલો ૨૬ ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે છે. આ મેચ ટીમ ઇન્ડિયા માટે કરો યા મરો જેવી હોઈ શકે છે, કેમ કે સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે જીત મહત્વની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *