કાલથી ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થશે

આવતીકાલ ૨૬ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી છે.

MP Board revises Class 10, 12 exam schedule

ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રીએ બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે હવે સુધી કરેલી અથાગ મહેનત અને દૃઢ સંકલ્પનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. વર્ષભરનું પરિશ્રમ, શિસ્ત અને લગન હવે પરિણામ રૂપે દેખાશે. વિદ્યાર્થીઓએ આ ક્ષણને ઉત્સાહ અને સકારાત્મકતા સાથે સ્વીકારવી જોઈએ, કારણ કે આ પરીક્ષા તેમના શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે.

નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાઝાએ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી!  - Newly appointed Education Minister Dr Pradyuman Vaja celebrated Diwali  with children | ગાંધીનગર - News18 ...

શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે તેઓ શાંતિથી, એકાગ્ર મનથી અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે. તણાવને દૂર રાખીને પોતાના જ્ઞાન પર વિશ્વાસ રાખવો જરૂરી છે. આ જ ક્ષણો તેમના ઉજ્જવળ ભવિષ્યની પાયારૂપ સાબિત થશે. યોગ્ય તૈયારી, સમયનું સંચાલન અને સકારાત્મક વિચારો સાથે વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે સફળતા હાંસલ કરી શકશે.

CBSE Class 10, 12 board exams date sheet out, begin from February 15, check  details - India Today

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું કે,

Gujarat cabinet: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, ડૉ પ્રદ્યુમન વાજા બન્યા  શિક્ષણ મંત્રી | Dr Pradyuman Vaja becomes Education Minister in Gujarat

ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પરીક્ષાએ તમારા જ્ઞાન, પરિશ્રમ, શિસ્ત અને આત્મવિશ્વાસની મહત્ત્વપૂર્ણ કસોટી છે. તમે વર્ષભર કરેલી નિષ્ઠાપૂર્વકની તૈયારી તમને નિશ્ચિત રીતે સફળતા તરફ દોરી જશે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત, શાંતિપૂર્ણ અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહી માતાપિતા ગુરુજનોને પ્રણામ કરી અને ભગવાનના આશીર્વાદ લઈ સંપૂર્ણ એકગ્રતા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે એવી મારી આપ સૌને વિનંતી છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલના જવાબદાર નાગરિકો છે. વિકસિત ગુજરાતથી વિકસિત તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તમારો મહત્ત્વપૂર્ણ ફાળો રહેશે. શિક્ષણના મધ્યમથી તમે રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સક્રિય ભાગીદાર બનશો એવો અમને દ્રઢ વિશ્વાસ છે. ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ સાથે સફળતા પૂર્વક ઉત્તીર્ણ થાય, પોતાના માતાપિતા, ગુરુજનો અને રાજ્ય તથા રાષ્ટ્રનું ગૌરવ વધારી ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધો એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

વિશ્વ સમાચાર રિપોર્ટર

ફૂલ બનીને હસતા રહેજો,
જીવનમાં હંમેશા આગળ વધતા રહેજો,
પરીક્ષાના આ પડાાવમાં ડરશો નહીં,
બસ ખુદ પર વિશ્વાસ રાખતા રહેજો.
પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

બેસ્ટ ઓફ લક!✨

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *