આઈપીએલ ૨૦૨૬ ના કાર્યક્રમમાં સંભવિત ફેરફાર

માર્ચના અંતથી શરૂ થતી આઈપીએલ ૨૦૨૬ ની સિઝન બે દિવસ મોડી શરૂ કરવામાં આવે તેવા સંકેત છે. આઈપીએલ ની ૧૯ મી સિઝન પહેલાના કાર્યક્રમ મુજબ ૨૬ માર્ચના રોજ શરૂ થવાની હતી. તેની જગ્યાએ હવે ૨૮ માર્ચે શરૂ થાય તેવી શક્યતાઓ છે. જો કે હજુ સુધી બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પણ આવતા અઠવાડિયામાં આઈપીએલ ગવર્નિંગ કાઉંસિલની મિટિંગમાં નિર્ણય લેવાઈ શકે છે.

IPL 2026ના કાર્યક્રમમાં સંભવિત ફેરફાર, બે દિવસ મોડી શરૂ થઈ શકે 19મી સિઝન 1 - image

ડિસેમ્બર ૨૦૨૫ માં અબૂ ધાબીમાં યોજાયેલી આઈપીએલ હરાજી દરમિયાન બીસીસીઆઈ એ એલાન કર્યું હતું કે નવી સિઝન ૨૬ માર્ચથી શરૂ થશે. પરંતુ ૩૦ દિવસ પહેલા બીસીસીઆઈ એ તેને ૨ દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેતા ચાલુ વર્ષની આઈપીએલ હવે ૨૮ માર્ચના રોજ શરૂ થશે તેવો દાવો છે.

2026 ஐபிஎல் தொடர் மார்ச் 28-ந்தேதி தொடங்கும் என தகவல், 2026 IPL to start on  March 28

ફાઈનલની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આઈપીએલ ૨૦૨૬ ની ફાઈનલ મેચ ૩૧ મેના રોજ જ રમાડવામાં આવશે. ઇએસપીએન-ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ આવનારા સપ્તાહમાં આઈપીએલ ગવર્નિંગ કાઉંસિલની બેઠક થશે જેમાં આ નિર્ણય અને ટુર્નામેન્ટના સંપૂર્ણ શિડ્યુઅલ પર ઔપચારિક મંજૂરી મારવામાં આવશે.

IPL 2026 की तैयारी तेज, BCCI जल्द करेगी शेड्यूल का ऐलान; तारीख में हो सकती  है बदलाव

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *