અમેરિકાએ ભારતને ‘આજ્ઞાકારી ગુડ એક્ટર’ ગણાવ્યું

મિડલ-ઈસ્ટના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારતને એક ‘આજ્ઞાકારી એક્ટર’ ગણાવીને પીઠ થાબડી છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક ટીવી શોમાં જાહેર કર્યું કે ભારતે અમેરિકાના તમામ નિયમોનું બહુ સરસ રીતે પાલન કર્યું છે. તેમણે કહ્યું કે, “ભારતીયો બહુ સારા એક્ટર્સ રહ્યા છે. અમે તેમને પ્રતિબંધિત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું હતું અને તેમણે એવું જ કર્યું.” ભારતની આ ‘શિસ્ત’ જોઈને અમેરિકા ગદગદ થઈ ગયું છે.

અમેરિકાએ ભારતને 'આજ્ઞાકારી ગુડ એક્ટર' ગણાવ્યું, રશિયન ઓઈલની છૂટ આપ્યાનું કારણ પણ જણાવ્યું 1 - image

ભારતે જે રશિયન તેલની આશા છોડી દીધી હતી, હવે અમેરિકાએ તેના પર મંજૂરીની મહોર મારી છે. જોકે, આ કોઈ ભારત માટેનો પ્રેમ દર્શાવતો નથી, પણ વૈશ્વિક બજારમાં તેલની અછત ન સર્જાય તે માટે અમેરિકાએ પોતાની સગવડ ખાતર ભારતને આ છૂટ આપી હોવાનું મનાય છે. 

Oil shock, AI worries to weigh on Indian markets amid rising global  uncertainty - The Economic Times

મિડલ-ઈસ્ટમાં યુદ્ધને કારણે જ્યારે તેલના ભાવ આસમાને પહોંચ્યા અને અમેરિકાના પોતાના ‘માર્સ સોર’ ક્રૂડના ભાવ ૨૦૨૦ પછીની ટોચે ગયા, ત્યારે અમેરિકાને રશિયન તેલ પરના પ્રતિબંધો હળવા કરવાની યાદ આવી. ભારત અત્યારે અમેરિકાના તેલ ખરીદવા તૈયાર છે, જ્યારે અમેરિકા પોતાની બજાર સાચવવા માટે ભારતને રશિયા તરફ પાછું ધકેલી રહ્યું છે.
Oil Prices Surge as Iran-Israel Conflict Disrupts Supply Routes; Strait of  Hormuz Tensions Shake Global Markets | Medial
હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા જ ભારતની રિફાઇનરીઓ નવા સપ્લાયર શોધી રહી છે. આ તકનો લાભ લઈને અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપીને એવું દર્શાવ્યું છે કે તે ભારતનો મોટો હિતેચ્છુ છે, જ્યારે હકીકત કંઈક જુદી જ લાગે છે. 
West Asia Conflict Fuels Food Price Hike in India | West Asia Impact

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *