આ વસ્તુઓ તમરા ઘરમાંથી જીવજંતુઓને ઊંધી પૂંછડીએ ભગાડશે

શું તમારા ઘરમાં પણ ગરોળી અને વંદાની સમસ્યા છે? તો તમે આ સરળ કુદરતી ઉપાયોથી ગરોળી, વંદા અને અન્ય જીવજંતુઓથી છુટકારો મેળવી શકો છો.

વંદા, ઉંદરો અને ગરોળીએ કરી મૂક્યો છે ત્રાસ? કરો આ ઉપાય, કાયમ માટે ભૂલી જશે તમારું સરનામું!

ઘણા લોકો પોતાના ઘરોને ગમે તેટલા સ્વચ્છ રાખે છતા ગરોળી અને વંદોનો ઉપદ્રવ રહે જ છે. આ જીવજંતુઓથી ઘરની મહિલાઓને ડર લાગે છે તો વંદાઓના કારણે ઘરનો ખોરાક પણ બગડે છે. ખાસ કરીને વંદો દિવસ દરમિયાન ક્યાં છુપાય જાય છે તેની ખબર પડતી નથી પરંતુ રાત્રિના સમયે લાઇટ બંધ થતાંની સાથે જ તે ક્યાંયથી બહાર આવી જાય છે. શું તમારા ઘરમાં પણ આ સમસ્યા છે? તો તમે આ સરળ કુદરતી ઉપાયોથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

કીડા મકોડાથી છે પરેશાન તો આવી રીતે તૈયાર કરો નેચરલ પેસ્ટ કંટ્રોલ પ્રોડ્ક્ટ્સ

ગરોળીને ભગાડવાની રીત

Lizard General Knowledge Story: does milk become poisonous due to lizard droppings know what is the truth | Lizard GK: શું દૂધમાં ગરોળીના પડવાથી દૂધ ઝેરી બની જાય છે ? જાણો શું

રોળીને ઈંડાના છીપની ગંધ પસંદ નથી તેથી જ્યાં ગરોળી વારંવાર જોવા મળે છે ત્યાં ખાલી ઈંડાના છીપલા મૂકી દો. આનાથી ગરોળીની અવરજવર ઓછી થવા લાગશે. જ્યાં ગરોળી ફરતી હોય ત્યાં કપડાંને સુગંધિત કરવા માટે ઉપયોગમાં લેવાતા નેપ્થેલિન બોલ્સ મૂકો. ગરોળીને આ ગંધ પણ પસંદ નથી.

મરચા અને ડુંગળીની ગંધથી ગરોળી ભાગી જશે

Lizards: 5 મિનિટમાં ઘરમાંથી છુ થઈ જાશે ગરોળી, રસોડામાં તો ફરકશે પણ નહીં, અજમાવો આ ઘરેલુ નુસખા

મરચાંને બારીક પીસી લો, તેમાં પાણી ઉમેરો અને સ્પ્રે બોટલમાં ભરો. જો તમે આ દ્રાવણ ગરોળીઓ હોય તેવા વિસ્તારોમાં છાંટો છો તો મરીની તીખી ગંધ તેમને ભગાડી દેશે. ગરોળીને ડુંગળી અને લસણની ગંધ પણ ગમતી નથી. આને ઘરના ખૂણામાં અથવા હવાની અવરજવરવાળા વિસ્તારોમાં મૂકી શકાય છે. તેની ગંધ ગરોળીને ઘરની બહાર કાઢી નાખવાની શક્યતા છે.

કોકરોચથી છુટકારો મેળવવાની રીત

Roach GIFs - Find & Share on GIPHY

વંદાના ઉપદ્રવ ઓછો  કરવા માટે ઘરની આસપાસનો વિસ્તાર, શૌચાલય અને બાથરૂમ સ્વચ્છ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે . માદા વંદો ખાદ્ય પદાર્થો પર ઇંડા મૂકે છે , જેના કારણે ફૂગનો વિકાસ થાય છે અને મનુષ્યોમાં ચેપી રોગો ફેલાય છે.

ખાદ્ય પદાર્થો હંમેશા સારી રીતે ઢાંકીને રાખવા જોઈએ.

Cartoon cockroach by Daga Milczarek at Coroflot.com

વંદો અંધારાવાળી, છુપાયેલી જગ્યાઓ, જેમ કે તિરાડો અને દિવાલોમાં નાના છિદ્રોમાં છુપાઈને પ્રજનન કરે છે . તેથી આ છિદ્રો બંધ કરવા આવશ્યક છે. રાસાયણિક જંતુનાશકોને બદલે, ઘઉંના લોટમાં થોડો બોરિક પાવડર અને પાણી ભેળવીને નાના ગોળા બનાવીને જ્યાં વંદો જોવા મળે છે ત્યાં મૂકીને કુદરતી પદ્ધતિ અજમાવો. આ મિશ્રણ કોકરોચનો સંપૂર્ણ નાશ કરવામાં મદદ કરશે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *