ગરમીમાં તમે પણ બરફનું પાણી પીતા હોય તો ચેતી જજો

ઉનાળામાં ઠંડુ પાણી પીવું સારું લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આના કારણે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

a glass filled with water and ice cubes

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આકરી ગરમી પડી રહી છે.  ગરમી શરૂ થતા જ લોકો ઠંડી વસ્તુઓનું સેવન કરવા લાગે છે. કાળઝાળ તડકામાંથી ઘરે પાછા આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ડ્રિંક પીવે છે, જેમાં ઠંડું પાણી, લસ્સી, છાશ, જ્યુસ, નાળિયેર પાણી વગેરે સામેલ છે. 

Amandadohit Tea GIF - Amandadohit Tea Sip - Discover & Share GIFs

ઉનાળામાં તરસ છીપાવવા માટે લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી કે બરફનું પાણી પીવાનું પસંદ કરે છે. ડાયેટિશિયન અબરના મેથ્યુવનના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ઘણીવાર બરફનું પાણી પીવે છે. કેટલાક લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે અથવા પાણીમાં બરફ નાખીને પીવે છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવું સારું લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આના કારણે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

Whoa! 🤯 Ever wonder what happens when you gulp down ice-cold water? This  incredible visual shows the journey! From your mouth to your stomach, that  refreshing chill is felt deep inside. So ...

પાચનને નુકસાન

બરફનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ઠંડા પાણીને પચવામાં ઘણો સમય લાગે છે. તે ખોરાકની પાચન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. જો તમે ભોજન કરતી વખતે ઠંડા પાણીનું સેવન કરો છો, તો શરીર તે ઉર્જાનો ઉપયોગ ખોરાકને પચાવવાને બદલે પાણીનું તાપમાન સામાન્ય કરવા માટે કરે છે. માટે તમારે ભોજન કરતી વખતે ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઇએ.

Identify from the location of the headache whether it is migraine or sinus  pain, symptom disorder

માથાનો દુખાવો

તડકામાંથી આવ્યા બાદ બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કરોડરજ્જુની નસો ઠંડી પડે છે, જે મગજને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો થાય છે. સાઇનસની સમસ્યાથી પીડાતા લોકોએ બરફનું પાણી ક્યારેય પીવું ન જોઇએ. જેનાથી તેમની હાલત ગંભીર થઇ શકે છે.

Best Medicine for Piles in India - Vedikroots

પાઇલ્સ

જો તમે લાંબા સમય સુધી બરફનું પાણી પીતા રહો છો તો તે પાઇલ્સનું કારણ બની શકે છે. અતિશય ઠંડીમાં વસ્તુઓ થીજી જવાનું શરૂ કરે છે. એ જ રીતે બરફનું પાણી પીવાથી મળ કઠણ બની જાય છે, જે પાઇલ્સનું કારણ બની શકે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી આંતરડામાં ઘા પણ થઈ શકે છે. આ કારણે તમને મળમાં લોહી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ગળાની સમસ્યા માટે કારગર ઈલાજ છે મીઠાના પાણીના કોગળા - Gujarati News | Gala  ni samasya mate kargar ilaj che mitha na pani na kogda | TV9 Gujarati

ગળાની સમસ્યાઓ

બરફનું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ લાળ ઉત્પન્ન થાય છે. જેનાથી ગળામાં દુખાવો, કફ, શરદી અને ગળામાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોને શ્વસન સંબંધી સમસ્યા હોય તેમણે બરફનું પાણી પીવાનું ટાળવું જોઈએ.

Drinking Cold Water Can Cause Deadly Medical Condition | iHeart

પાણીની ઉણપ

બરફનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ખરેખર તો બરફનું પાણી તરસ છીપાવે છે. આવી સ્થિતિમાં થોડું પાણી પીધા પછી પણ તમને પાણી પીવાનું મન નહીં થાય. તેનાથી તમે ઓછું પાણી પીશો, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.

Don't Drink Ice Cold Water in the Heat — Kareniscooking

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *