ઈરાનના એક હુમલાથી વિશ્વભરમાં હાહાકાર!

President Trump Warns Iran Over Qatar Gas Attacks

મધ્ય-પૂર્વ એશિયામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. ઈરાન દ્વારા અખાતી દેશોના ઊર્જા કેન્દ્રો પર કરવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગુરુવારે યુરોપિયન ગેસના ભાવમાં અચાનક ૩૫ % સુધીનો વધારો ઝીંકાયો હતો, જ્યારે યુદ્ધ શરૂ થયા બાદ ‘બ્રેન્ટ ક્રૂડ’ની કિંમતોમાં પણ લગભગ ૬૦ % જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. આ સ્થિતિને કારણે વિશ્વભરના બજારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

US Military Iran Deployment? Iran Intel Minister Killed in Israeli Airstrike

ઈરાન દ્વારા કતારના ‘રાસ લાફાન’ ઔદ્યોગિક વિસ્તાર અને પડોશી દેશોના ઊર્જા મથકો પર કરાયેલા હુમલા છે. કતારનો આ પ્લાન્ટ વિશ્વના કુલ એલએનજી પુરવઠાના લગભગ ૨૦ % ઉત્પાદન કરે છે, જે હુમલાને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ ઉપરાંત અબુ ધાબીના હબશાન ગેસ પ્લાન્ટને પણ નુકસાન પહોંચતા તેને બંધ કરવાની ફરજ પડી છે. 

Iran oil threat: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાનની ધમકી, વૈશ્વિક તેલ બજાર  અને ભારત પર ડબલ ટ્રબલ! | Moneycontrol Gujarati

હુમલાઓએ ખાસ કરીને યુરોપ માટે મોટી મુસીબત ઊભી કરી છે, કારણ કે ત્યાં ગેસ સ્ટોરેજ ટેન્ક ખાલી થઈ રહી છે અને હવે તેમને એશિયાના ખરીદદારો સામે ઊંચા ભાવે ગેસ ખરીદવા માટે સ્પર્ધા કરવી પડશે. નિષ્ણાતોના મતે, જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબો સમય બંધ રહેશે, તો આ સંકટ મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે.

Trump warns Iran of 'heavy price' in case of attack on US troops | Arab News

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓ બાદ ઈરાનને અત્યંત કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કતાર પર ફરીથી હુમલો થશે, તો અમેરિકા ઈરાનના આખા ગેસ ફિલ્ડને ઉડાવી દેશે, જેની ઈરાને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

Trump's Dire Threat: Analysis Of The 'Very Hard' Attack Warning Against Iran

આ ભયાનક વિનાશને રોકવા માટે અને ઓઇલનો પુરવઠો જાળવી રાખવા માટે ટ્રમ્પ પ્રશાસને રણનીતિ બદલી છે. અમેરિકાએ વેનેઝુએલા પરના પ્રતિબંધોમાં ઢીલ આપી છે જેથી કરીને અમેરિકન કંપનીઓ ત્યાંથી ઓઇલ અને ગેસ મેળવી શકે અને વૈશ્વિક બજારમાં પુરવઠાની અછતને પહોંચી વળાય.

What to know about Iran's Bushehr nuclear plant after projectile strike  raises safety concerns?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *