
ઈરાન ઈઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધ લડી રહ્યું છે તેને આજે ૨૨ દિવસ થઈ ગયા છે. શનિવારે વિશ્વભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ દરમિયાન તમામ મુસ્લિમ દેશોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મુસ્લિમ દેશોને પોતાના ભાઈઓ અને પડોશીઓ ગણાવ્યા છે. પેઝેશ્કિયાને એમ પણ કહ્યું છે કે તમે અમારા ભાઈ છો, તેથી અમારો તમારી સાથે કોઈ વિવાદ નથી. પેઝેશ્કિયાનો સંદેશ મુસ્લિમ દેશો સાથે એકતા માટે હાકલ કરવાનો છે. પોતાના સંદેશમાં, પેઝેશ્કિયાને બધા મુસ્લિમ દેશોને ઈદની શુભેચ્છાઓ પણ પાઠવી.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને તેમના સંદેશમાં લખ્યું, “ઇસ્લામિક દેશો અને આપણા પ્રિય પડોશીઓને… (એટલે કે આ પત્ર ઇસ્લામિક દેશો અને ઈરાનના પડોશીઓને લખવામાં આવી રહ્યો છે). તમે અમારા ભાઈ છો અને અમારો તમારી સાથે કોઈ વિવાદ નથી. આપણા મતભેદોથી ફાયદો મેળવનાર એકમાત્ર પક્ષ ઝાયોનિસ્ટ એન્ટિટી (ઝાયોનિસ્ટ (યહૂદી) રાજ્ય) છે. ઈદ અલ-ફિત્રના અવસર પર, અમે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણને શક્તિ અને એકતા આપે જેથી આપણે પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ના ઉપદેશોનું પાલન કરી શકીએ અને તેમના આશીર્વાદ મેળવી શકીએ. ઈદ_ઉલ_ફિત્ર રસૂલ_અલ્લાહ”

ઈરાની રાષ્ટ્રપતિએ એક સાથે ઇઝરાયલ અને અમેરિકા પર હુમલો કર્યો છે અને તેમને ઝાયોનિસ્ટ શાસન ગણાવ્યું છે. ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સની મોટાભાગની વસ્તી યહૂદી છે. ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ૨૮ ફેબ્રુઆરીના રોજ ઇરાન પર હુમલો કર્યો. આ હુમલામાં ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા કરી દીધી. ત્યારથી, ૨૨ દિવસના યુદ્ધમાં ૪૦ થી વધુ વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીઓ અને નેતાઓ માર્યા ગયા છે. આ યુદ્ધમાં ઈરાનને નેતૃત્વ અને માળખાગત સુવિધાઓમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું. જોકે, ઈરાને ઈઝરાયલથી લઈને અમેરિકા સુધીના લશ્કરી અને ઉર્જા મથકો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરીને સમગ્ર મધ્ય પૂર્વમાં તબાહી મચાવી છે.

