ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસનો યુદ્ધવિરામ જાહેર કર્યો

ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાનને લઈ મોટું નિવેદન આપતા કહ્યું કે તેમણે રક્ષા વિભાગને આદેશ આપ્યો છે કે ઈરાની પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા વિભાગ પર કોઈ પણ સૈન્ય હુમલો આગામી પાંચ દિવસ માટે નહીં કરવામાં આવે.

When will Iran war end? Trump signals 'wind-down', his team says US has  'plenty of money' for funding

ટ્રમ્પે આ નિર્ણય અમેરિકા અને ઈરાનની વચ્ચે સકારાત્મક વાતચીત થયા બાદ લીધો છે. ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે બંને દેશની વચ્ચે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાને લઈ ગંભીર ચર્ચા ચાલી રહી છે.

Markets on alert as Trump's 48-hour Iran deadline expires tonight

અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશલ પર લખ્યું છે કે, ઈરાનની સાથે છેલ્લા બે દિવસથી સકારાત્મક અને ફળદાયી વાતચીત થઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી અથડામણનું પૂર્ણ સમાધાન કાઢવાનું છે. બંને દેશોની વચ્ચે ઊંડાણપૂર્વકની અને વિસ્તૃત ચર્ચાઓની સકારાત્મક દિશાને જોતાં, મેં અમેરિકી રક્ષા વિભાગને આદેશ આપ્યો છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા વિભાગ પર તમામ સૈન્ય હુમલાઓને હાલ પાંચ દિવસ માટે ટાળી દીધા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *