રામ નવમી પર ભગવાન રામને આ ખાસ ૫ વાનગી ભોગમાં અર્પણ કરો

રામ નવમી આ વખતે ૨૬ માર્ચે ઉજવવામાં આવશે. આ શુભ દિવસે ભગવાન શ્રી રામને ભોગ ધરાવવા માટે આ ૫ વાનગી બનાવી શકાય છે. આ વાનગી ઓછી સામગ્રીમાં ઘરે સરળતાથી બની જાય છે.

Ram Navami 2026 Prasad Bhog Recipes

રામ નવમી આ વખતે ૨૬ માર્ચના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર ત્રેતાયુગમાં ચૈત્ર સુદ નોમ તીથિ પર અયોધ્યામાં રાજા દશરથના ઘરે  મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ થયો હતો. આથી આ દિવસને રામ નવમી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. રામ નવમી તિથિ પર રામજી મંદિરમાં ખાસ પૂજા હવનનું આયોજન કરવામાં આવે છે.

Ram Navami 2026: The Divine Celebration of Lord Rama's Birth – Om Spiritual  Shop

૨૬ કે ૨૭ માર્ચ રામ નવમી ક્યારે છે?

આ વર્ષે ચૈત્ર સુદ નોમ તિથિ બે દિવસ છે. તેથી, કેટલાક લોકોમાં મૂંઝવણ છે કે આ વખતે રામ નવમી ૨૬ માર્ચ કે ૨૭ માર્ચ કઇ તારીખે ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં મોટાભાગના વ્રત ઉદયતિથિ અનુસાર રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, રામનવમી ૨૬ ના રોજ હશે. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં આ તહેવારને લઈને ભક્તોમાં ઉત્સાહ અને ઉત્સાહનું વાતાવરણ છે. આ દિવસે ભગવાન શ્રી રામની વિધિવત્ પૂજા કરવામાં આવે છે.

When Is Ram Navami 2026 Will the Festival Be Celebrated on March 26 or March  27 in India Check the Correct Date and Tithi

આ શુભ દિવસે લોકો સવારે ઉઠીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે. આ પછી તેઓ પૂજા કરવાનું શરૂ કરે છે. પીળું ચંદન, ફૂલ, ધૂપ, દીપક, ફળ, પ્રસાદ અને વસ્ત્ર વગેરે ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદમાં ફળ અને મીઠાઇનો ભોગ ધરાવવામાં આવે છે. જો તમે ભગવાન રામજીને શેનો પ્રસાદ ધરાવવો તેની વિશે વિચારી રહ્યા છો, તો લેખ તમારી મુશ્કેલી દૂર કરશે.

પંચામૃત

Janmashtami 2021 : પંચામૃત આ 5 વસ્તુઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે,  સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક - Gujarati News | | janmashtami 2021 know how  it benefits your health and its significance - |

રામ નવમી પર ભગવાન શ્રી રામને પંચામૃત અર્પણ કરી શકા છે. પંચામૃત બનાવવા પાંચ પ્રકારની ચીજોનો ઉપયોગ થાય છે. એક વાસણમાં દૂધ, ઘી, દહીં, મધ અને ગંગાજળ મિક્સ કરો, પછી તેમા તુલસીના પાન ઉમેરો. આ સરળ રીતે પંચામૃત બનાવી શકાય છે. દરેક પ્રસાદમાં તુલસીના પાન મૂકવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે તેના વિના ભગવાન શ્રી રામ ભોગ સ્વીકારતા નથી.

કેસરી ભાત (મીઠા ભાત)

KESARI BHAT / SAFFRON RICE - Maharashtrian Style

રામ જન્મોત્સવ પર તમે ભગવાન રામને પીળા રંગના મીઠા ચોખા અર્પણ કરી શકો છો. આ વાનગી તેમની મનપસંદ મીઠાઇ પૈકીની એક છે. મીઠા ભાત બનાવવા માટે પ્રેશર કૂકરમાં ચોખા બાફતી વખતે ઘી, કેસર, ખાંડ, એલચી પાઉડર અને ડ્રાયફ્રૂટ્સ નાંખો. 

સોજીનો શીરો, મહાપ્રસાદ

મહા પ્રસાદ - gujarati recipes - સોજી નો શીરો બનાવવાની રીત -Mahaprasad  recipe in gujarati - kitchcook - YouTube

રામ નવમી પર ભગવાન રામજીને સોજીનો શીરો ભોગમાં અર્પણ કરી શકાય છે. સોજીનો શીરો જેને સામાન્ય ભાષામાં મહા પ્રસાદ પણ કહેવામાં આવે છે. તે સોજી, ઘી, ખાંડ, એલચી, દૂધ અને ડ્રાયફૂટ્સમાંથી બને છે. કઢાઇમાં ઘી નાંખી સોજી શેકો. પછી તેમા દૂધ, પાણી અને ખાંડ ઉમેરી સોજીને પકવવા દો. છેલ્લે એલચી પાઉડર અને ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરી ભગવાનને ભોગ લગાવો.

માલપુઆ

Navratri Prasad Recipe 2024: આજે મા કુષ્માંડાનો દિવસ છે, માને પ્રસાદ તરીકે  માલપુઆ ચઢાવો. - Malpua Banavani Rit | Webdunia Gujarati

રામ નવમી પર ભગવાન રામને ભોગમાં માલપુઆ પણ અર્પણ કરી શકાય છે. આ મીઠાઇ પણ ભગવાનને અતિ પ્રિય છે. માલપુઆ બનાવવા માટે ઘઉંનો લોટ અને મેંદાના લોટનો વપારી શકાય છે. લોટમાં સોજી, ખાંડ, વરિયાળી અને દૂધ ઉમેરી ખીરું બનાવો. એક કઢાઇમાં ઘી ગરમ કરો, તેમા ખીરું રેડી ગોળ માલપુઆ તળો. આ માલપુઆ સહેજ ગોલ્ડ થાય ત્યાં સુધી તળો.

ખીર અને પુરી

Kheer Aur Puri Recipe | Quick And Easy Rice Kheer With Crispy Puri | Rajab  Special Recipes

રામનવમી પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને દૂધની ખીર અને પુરી અર્પણ કરી શકાય છે. આ વાનગી સરળતાથી ઘરે બની જાય છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *