ગુજરાતીઓને ઈરાનનું યુદ્ધ નડ્યું

ટૂર પેકેજના ભાવમાં અધધધ રૂપિયાનો વધારો…

Photos from Sai Travels, Ahmedabad - Service Provider of International Tour  Packages

ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગુજરાતના ટુર ઓપરેટરો આર્થિક રીતે ઘાયલ થયા છે. ખાડી દેશોમાં યુદ્ધને લીધે દુબઈ, તૂર્કીયે, ઓમાન ટુર તો હાલ બંધ છે. ઉનાળુ વેકેશનમાં દુબઈમાં ટુરિસ્ટોનું વધુ બુકિંગ થશે તેવી ધારણા ખોટી પડી છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા ભરાયા છે. ટૂર ઓપરેટરોના મતે, યુદ્ધને લીધે ટુરિસ્ટોએ ફરવાનું માંડી વાળ્યું છે. જેના લીધે ટુર ઓપરેટરોને અંદાજે  ૫૦૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.

Book Worldwide Travels & Tours in Hanamkonda,Warangal - Best Visa  Assistance near me in Warangal - Justdial

દુબઈ ગુજરાતી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની રહ્યું છે, ત્યારે ગુજરાતના કેટલાય ટૂર ઓપરેટરોએ ખાસ ડિસ્કાઉન્ટ આપીને દુબઈ ટુર પેકેજામાં બુકિંગ કર્યું હતું. પણ યુદ્ધને લીધે આખુંય ચિત્ર બદલાયું છે. ઈરાને દુબઈ પર પણ હુમલા કર્યા છે આ જાતાં ગુજરાતી પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ છે. ટૂર ઓપરેટરોનું કહેવું છે કે, હાલ દુબઈ, તૂર્કીયે અને ઓમાનના ટૂર પેકેજાના બધાય બુકિંગ કેન્સલ થયા છે. હવે ટુરિસ્ટોએ ફરવા માટે સિંગાપુર, બાલી, વિયેતનામ, મલેશિયા જેવા દેશો પર પસંદગી ઉતારી છે.

tour-travel

મહત્વની વાત તો એ છે કે, યુદ્ધ વધુ ભીષણ બન્યું છે ત્યારે યુરોપ સહિત અન્ય દેશોની ફ્લાઈટ મિડલ ઈસ્ટ થઈને જતી હતી. હવે એતિહાદ, કતાર અને એમિરેટ્‌સ ફ્લાઈટ્‌સના શિડ્યુલ બદલાયા છે. સાથે ફ્લાઈટની સંખ્યા પણ ઓછી થઈ છે. આ જોતાં હવે યુરોપ સહિત અન્ય દેશોમાં ફરવાનું મોંઘું થયું છે. તેમજ યુરોપ-અન્ય ટુર પેકેજોના ભાવમાં ૧૦% સુધીનો વધારો કરી દેવાયો છે. યુરોપ ટુર પેકેજનો ભાવ ૩ લાખ હતો જે વધીને ૩.૨૫ લાખ થયો છે. સિંગાપુરની ટુરના ભાવ ૧.૧૫ લાખ હતા જે વધીને ૧.૩૦ સુધી પહોંચ્યો છે. વિવિધ દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેના કારણે સાઈટ સીઇંગ મોંઘું થયું છે.

Tours and Travel: Creating Unforgettable Journeys - Touch Wild Tours &  Travel Ltd

યુદ્ધને લીધે વૈશ્વિક પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે, ત્યારે ઘણાં પ્રવાસીઓએ વિદેશ પ્રવાસે જવાનું જ માંડી વાળ્યું છે જેના લીધે ટુર પેકેજાના બુકિંગ રદ થયા છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોની ઓફિસે ટુર ઇન્ક્વાયરી ઘટી ગઈ છે. હવે તો ટુર ઓપરેટરો યુદ્ધની સ્થિતિ થાળે પડે તેની કાગડોળે રાહ જાઈ રહ્યા છે. જા આ જ સ્થિતિ રહી તો, હજુ વધુ નુકસાન વ્હોરવાનો વારો આવશે.ઉનાળુ વેકેશન ટુ ઓપરેટરો માટે કમાણીની સીઝન હોય છે પણ આ વખતે યુદ્ધને પગલે ટુરિસ્ટોમાં ભયનો માહોલ છે. આમ છતાં રજાની મોજ માણવા માટે ઘણાં પ્રવાસીઓ ઉત્સુક છે.

Fly With Dream – Adventure Awaits, Go Find It

ટૂર ઓપરેટરોનું કહેવું છે કે, કેરલા, કાશ્મીર, સિક્કીમ, રાજસ્થાન ગુજરાતી પ્રવાસીઓમાં ટોપ પર છે. આ વખતે લોકોએ ગ્›પ બુકિંગ કરાવી ફરવા જવાનું મન બનાવ્યું છે. વિદેશ પ્રવાસે જવા કરતાં સ્થાનિકમાં જ વેકેશન માણવાનો ટ્રેન્ડ રહ્યો છે તેમ છતાં ડોમેસ્ટિક ટુર પેકેજામાં પણ ૨૦-૨૨% ઓછું બુકિંગ થયું છે. ટૂંકમાં, યુદ્ધને લીધે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશનની સીઝન માથે પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *