રાજકોટની ૧૧ તાલુકા પંચાયતની સીટનું લિસ્ટ વાયરલ

રાજ્યમાં હાલ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે આજે  રાજકોટની ૧૧ તાલુકા પંચાયતની સીટનું લિસ્ટ વાયરલ થયું છે.  પ્રદેશ મહામંત્રીની સહી વગરનું લિસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. રાજકોટ,ગોંડલ જસદણ ઉપલેટા ધોરાજી સહિતની ૨૦૨ બેઠકોનું તાલુકા પંચાયતનું લિસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.  મોટો સવાલ તો એ છે કે આ લિસ્ટ  છે તે કોઈએ ટીખળ કરી છે કે પછી ખરેખર લિસ્ટ ફૂટી ગયું છે?

News Image

મૂળ પાર્ટીમાં વાપસી કરે

ભાવનગર, સુરત અને અન્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોમાં આવી ઘટનાઓ સામે આવી છે. કેટલાક નેતાઓ બપોરે એક પક્ષમાં જોડાય છે અને સાંજ સુધીમાં ફરી પોતાની મૂળ પાર્ટીમાં વાપસી કરે છે. સુરતમાં એક ઘટનામાં આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ મળ્યા બાદ પ્રીતિ સાદરિયાએ થોડા કલાકોમાં જ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમના સાથે મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ પણ પક્ષપલટા કરતા જોવા મળ્યા.

Ahead of local polls, BJP begins candidate selection process in Ahmedabad | Ahead of local polls BJP begins candidate selection process in Ahmedabad - Gujarat Samachar

પક્ષ બદલવા મજબૂર થયા

આ સિવાય પાટણવાવ ગામના સરપંચ કાનભાઈ સાવલિયાએ પણ સવારે કોંગ્રેસમાં જોડાઈ અને સાંજે ફરી ભાજપમાં વાપસી કરી. તેમણે દાવો કર્યો કે તેઓ દબાણ હેઠળ પક્ષ બદલવા મજબૂર થયા હતા. ભાવનગરમાં પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહિલે પણ બપોરે કોંગ્રેસમાં જોડાયા બાદ માત્ર બે કલાકમાં જ ફરી ભાજપમાં વાપસી કરી.આ પરિસ્થિતિમાં મતદારો માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી વધુ પડકારજનક બની છે. આવનારા દિવસોમાં આ પ્રકારની રાજકીય ચાલો ચૂંટણીના પરિણામો પર શું અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *