શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો

Image

લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ…

The National - Latest UAE news, sport & opinion

ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણા માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ એક અત્યંત ભાવુક સંદેશ સાથે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફના નેતૃત્વમાં આવેલા આ પ્રતિનિધિમંડળના વિમાનમાં લોહીથી ખરડાયેલા સ્કૂલ બેગ, સફેદ ફૂલો અને નિર્દોષ બાળકોની તસવીરો જોવા મળી હતી. 

Heartbreaking: On their way to the peace talks with the United States,  Iranian delegates reportedly carried with them shoes, school bags, and  other bloodstained belongings of the 168 victims—many of them schoolchildren —killed

Over 50 killed in strike on girls’ elementary school in Iran

What's behind the attack on Minab girls school amid US-Iran war? - India  Today

આ પ્રતિનિધિમંડળને ‘મિનાબ ૧૬૮’ નામ આપવામાં આવ્યું છે, જે યુદ્ધના પ્રથમ દિવસે અમેરિકા-ઈઝરાયલના હુમલામાં જીવ ગુમાવનારા ૧૬૮ સ્કૂલ બાળકોની યાદમાં રાખવામાં આવ્યું છે. ગાલિબાફે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરીને વિશ્વને યુદ્ધની ભયાનક માનવીય કિંમતનો અહેસાસ કરાવ્યો છે.

Iran News Iran School Deaths: 148 Killed In Girls' School In Iran's Minab  After US-Israel Strike

દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ એક ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૬૦ થી વધુ બાળકોના મોત થયા હતા, જેને ઈરાન ક્યારેય ન ભૂલવાની પ્રતિજ્ઞા લઈ રહ્યું છે. આ ભાવુક પૃષ્ઠભૂમિ વચ્ચે, આજે ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ તહેરાનના ૧૦ મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરવાના છે. ઈરાની ટીમ શનિવારે સવારે પાકિસ્તાન પહોંચી ત્યારે વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર અને સેના પ્રમુખ આસિમ મુનીર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્દોષોનો ભોગ લેતા આ ભીષણ યુદ્ધનો અંત લાવવાનો છે.

Iran delegation led by Mohammad Bagher Ghalibaf arrives in Pakistan for US  talks

Iran Ceasefire Demand for US Talks | West Asia War De-escalation in  Islamabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *