સિંગર આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે નિધન

आशा भोसले को आया हार्ट अटैक, मुंबई के ब्रीच कैंडी अस्पताल में एडमिट सिंगर | asha  bhosle cardiac arrest at 92 admitted in mumbai breach candy hospital read  details

ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૯૨ વર્ષની વયે તેમનું નિધન થયું હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું છે. શનિવારે રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

Asha Bhosle Hospitalised in Mumbai | Chest Infection & Exhaustion

૧૯૪૩ માં પોતાની કારકિર્દી શરૂ કરનાર આશા ભોસલેએ ૧૨ હજારથી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં નામના મેળવી હતી. પૌરાણિક ભજનોથી લઈને આધુનિક પોપ સોંગ્સ સુધી, દરેક શૈલીમાં તેમણે પોતાનો જાદુ વિખેર્યો હતો. તેમના અવાજમાં એવી ખનક હતી કે જે દરેક પેઢીના હૃદયને સ્પર્શી જતી.

Asha Bhosle admitted to Mumbai hospital, granddaughter shares health update  - India Today

સંગીત જગતમાં શોકનું મોજું

આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી.

Puneeth Rajkumar Death Reason In Telugu: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా  మారిందా? - Sakshi

મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે. ડૉ. પ્રતીત સમદાનીના જણાવ્યા અનુસાર, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર(શરીરના વિવિધ અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

Asha Bhosle Birthday Interesting Facts; Domestic Violence | RD Burman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *