અમરનાથ યાત્રા ૨૦૨૬ ની શરુઆત ૩ જુલાઈથી થવાની છે. જો તમે આ વર્ષે યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો.

અમરનાથ યાત્રા ૨૦૨૬ ની શરુઆત ૩ જુલાઈથી થવાની છે. જો તમે આ વર્ષે યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. અમરનાથ યાત્રા ૨૦૨૬ માટે નોંધણી પ્રક્રિયા આજે એટલે કે ૧૫ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે.
![]()
ભક્તો હવે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમે ઓફલાઈન અરજી કરવાનું પસંદ કરો છો, તો તમે ભારતભરની ૫૫૦ થી વધુ નિયુક્ત બેંક શાખાઓમાં આવું કરી શકો છો.

અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે ચોક્કસ પાત્રતા માપદંડો પૂરા કરવા આવશ્યક છે. ભક્તોની ઉંમર ૧૩ થી ૭૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ૮ એપ્રિલ, ૨૦૨૬ પછી જારી કરાયેલ ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

યાત્રા માટે આ પાત્રતા માપદંડો જરૂરી છે

અમરનાથ યાત્રા ૨૦૨૬ માં ભાગ લેવા માટે, તમારી ઉંમર ૧૩ થી ૭૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારી પાસે ૬ એપ્રિલ, ૨૦૨૬ પછી જારી કરાયેલ તબીબી આરોગ્ય પ્રમાણપત્ર (CHC) હોવું આવશ્યક છે.

અમરનાથ યાત્રા ૨૦૨૬ માટે કેવી રીતે અરજી કરવી?
- શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ દ્વારા યાત્રા માટે નોંધણી કરાવી શકે છે.
- ઓફલાઇન નોંધણી માટે યાત્રાળુઓ SBI, PNB, ICICI, Yes Bank અને Axis Bank સહિત ભારતભરની ૫૫૦ નિયુક્ત બેંક શાખાઓની મુલાકાત લઈ શકે છે.
- SASB પોર્ટલ પર અરજી ફોર્મ અને તબીબી પ્રમાણપત્ર ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
- રજિસ્ટ્રેશન પહેલા આવો, પહેલા મેળવો ધોરણે છે.
- યાત્રાની નિર્ધારિત તારીખના સાત દિવસ પહેલા સ્લોટ બંધ થાય છે.

આ વર્ષે બધા યાત્રાળુઓ માટે RFID ટ્રેકિંગ કાર્ડ
ઉલ્લેખનિય છે કે આ વર્ષની અમરનાથ યાત્રા વધુ સુરક્ષા પગલાં સાથે શરૂ થશે. આમાં બધા યાત્રાળુઓ માટે RFID ટ્રેકિંગ કાર્ડ, ₹ ૧૦ લાખનો અકસ્માત વીમો કવરેજ અને શ્રીનગર અને ચંદનવાડીમાં વધુ સારી રહેવાની સુવિધાઓનો સમાવેશ થાય છે. ખચ્ચર, પાલખી અને કુલીઓ માટે પ્રી-પેઇડ બુકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ થશે, જે યાત્રાને સરળ બનાવશે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
