પીએમ મોદીએ શા માટે એવું કહ્યું કે

Nari Shakti Vandan Act Amendment; Lok Sabha Seats Increase | BJP 3 Line Whip

મહિલા અનામત સહિત ત્રણ મહત્ત્વના કાયદા પર લોકસભાની ચર્ચામાં ભાગ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ અંગ લોકસભામાં કહ્યું હતું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આવા મહત્ત્વપૂર્ણ દેશની અડધી વસતીને નીતિ નિર્ધારણ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાનો અવસર પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ૨૫-૩૦ વર્ષ પહેલા આ કાયદો લાગુ થઈ જવો જોઈતો હતો. અને તેના પર સમયે સમયે સુધારો થતો રહ્યો હોત તો ઉત્તમ રહેત, પણ એવું થયું નહીં. તેમણે કહ્યું કે, આજે આ ક્ષણ વિકાસ યાત્રામાં જોડાવાની સારામાં સારી ક્ષણ છે. જે અમને મળી છે. આપણે નસીબદાર છીએ કે આપણે આ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ.

Speaker Birla: Rahuls Mic Off | PM Modi & Akhilesh Yadav Friendship |  Parliament Moments

પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે, અમે એક સાર્થક પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આ વિચાર બાદ અંતમાં જે નીકળશે એ દેશના રાજનીતિક સ્વરૂપને તો નક્કી કરશે જ, પરંતુ દેશની દશા અને દિશા પણ નક્કી કરશે.

PM Modi Urges Peace, De-escalation As India Engages Iran, Israel And US To  Resolve Energy Crisis

પીએમ મોદીએ મહિલાઓને લઈ વિકાસની વ્યાખ્યા સમજાવતા કહ્યું કે, આ દેશ માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. વિકસિત ભારતનો અર્થ માત્ર રેલવે, રસ્તા અને કેટલીક પરિયોજના જ નહીં, પણ સૌનો સાથ સૌનો વિકાસના નારાને યોગ્ય ઠેરવતા અડધી વસતિને નીતિ નિર્ધારણનો ભાગ બનવા દે.

नारी शक्ती वंदन कायदा काय आहे? महिलांना संसद आणि विधानसभेत ३३% आरक्षण मिळू  शकेल का? याबद्दल सर्व काही जाणून घ्या - what is nari shakti vandan adhiniyam  Women ...

૨૦૨૪ ની ચૂંટણીમાં શા માટે ન થયું ?

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, મહિલાઓને મળનારા અધિકારોનો જેમણે જેમણે વિરોધ કર્યો છે, તેમને ક્યારેય મહિલાઓએ માફ નથી કર્યા. તેમની સ્થિતિ ખરાબમાં ખરાબ થઈ. પરંતુ ૨૦૨૪ ની ચૂંટણીમાં આવું ન થયું. કેમ ? એવું એટલા માટે કે કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ નહોતો કર્યો. જો આપણે સૌ સાથે આગળ વધીએ છીએ તો કોઈ એકને ફાયદો નહીં મળે. આ કોઈ એક પક્ષના ત્રાજવામાં નહીં જાય. પરંતુ આ દેશના લોકતંત્રના પક્ષમાં જશે. આનું ક્રૅડિટ ન ફક્ત મોદીને મળશે, પરંતુ તમામને મળશે. ફાયદો સૌને મળશે, પણ ત્યારે જ્યારે સૌ સાથ આપે. કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય.

"Our 3rd Term Is Not Far Away, It Will Be One Of Big Decisions": PM Modi

૨૫-૩૦ વર્ષોમાં લાખો મહિલાઓ સશક્ત થઈ ચૂકી છે

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, જે પણ રાજકીય જિંદગીમાં સફળ રીતે આગળ વધવા ઇચ્છે છે, તેમને એ માનીને ચાલવું પડશે કે ગત ૨૫-૩૦ વર્ષોમાં લાખો મહિલાઓ સશક્ત થઈ ચૂકી છે. ચૂંટણી જીતીને જાગૃત થઈ ચૂકી છે. તેમને હવે અહીં પહોંચવાની જરૂર છે. અને જે કોઈ પણ એમના માર્ગમાં અડચણ પેદા કરશે, તેમને મહિલાઓ નહીં છોડે.

संसद के विशेष सत्र में पेश हो सकता है महिला आरक्षण विधेयक : Women  Reservation Bill Can Be Introduced In Current Special Session of Parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *