અખાત્રીજ પર આ વસ્તુઓ ઘરે ના લાવો

હિન્દુ પંચાંગ મુજબ અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ તેની ઉજવણી કરવામાં આવશે. ચાલો જાણીએ કે અક્ષય તૃતીયા પર કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ..,

અખાત્રીજ પર આ વસ્તુઓ ઘરે ના લાવો, દેવી લક્ષ્મી થશે નારાજ, સુખ-શાંતિ પર થશે  અસર | Akshaya Tritiya 2026 these Items you should avoid buying on akha teej

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ તેની ઉજવણી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે.

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર કરો આ 4 વસ્તુઓનું દાન, રાતોરાત ચમકી  જશે તમારું નસીબ! | - News18 Gujarati

આ દિવસે લોકો ખાસ કરીને સોના-ચાંદીની ખરીદી કરે છે, નવા વ્યવસાયની શરૂઆત કરે છે, પૂજા કરે છે અને ઘરે દાન કરે છે. પરંતુ આ દિવસે જેટલી શુભ વસ્તુઓ ખરીદવી જરૂરી છે તેટલી જ કેટલીક વસ્તુઓની ખરીદીથી બચવું પણ એટલું જ જરૂરી છે. 

અખાત્રીજ એટલે વણજોયુ મુહૂર્ત, આ દિવસે સોનું ખરીદવાનું વિશેષ મહત્વ

અખાત્રીજના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ ઘરે લાવવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેમજ તેનાથી તમારા ઘરની સુખ-શાંતિ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે અક્ષય તૃતીયા પર કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ?

અક્ષય તૃતીયા પર ઘરે ના લાવો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે નારાજ, આર્થિક તંગી  સહન કરવી પડશે | akshaya tritiya 2025 dont buy these items on akha teej

કાળા રંગની વસ્તુઓ

Ajrakh art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા  કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

અખાત્રીજનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે, જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ દિવસે કાળા કપડા, કાળા શૂઝ, બેગ, ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે.

તીક્ષણ અને ધારદાર વસ્તુઓ

Scissor GIFs - Find & Share on GIPHY

અક્ષય તૃતીયાના દિવસે છરી, કાતર, કુહાડી, ચપ્પા જેવી તીક્ષણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી ઘરમાં તણાવ, ઝઘડા અને વિખવાદ થાય છે. આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થાય છે અને મન અશાંત રહે છે. તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવે છે.

કાંટાળા છોડ

Junagadh Farmer Vijay Daki Profiting Kantola Farming

આ દિવસે કેક્ટસ, બબૂલ જેવા કાંટાળા છોડને ઘરમાં ન લાવવા જોઈએ. આ છોડ વાસ્તુ દોષ ઉત્પન કરે છે અને ઘરમાં અવરોધ લાવે છે. તેના બદલે તુલસી, મની પ્લાન્ટ, આમળા જેવા શુભ છોડ ખરીદી શકો છો.

સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો

Do you cook in aluminum utensils? So be careful, know the disadvantegs |  Steel Utensils For Cooking: આપ એલ્યુમિનિયમના વાસણો રસોઇ બનાવો છો? તો  સાવધાન, જાણો નુકસાન

અક્ષય તૃતીયા પર વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલી વસ્તુઓ ન લેવી જોઈએ. તેના બદલે ચાંદી, તાંબુ, પિત્તળ અથવા કાંસાના વાસણો ખરીદો. આ ધાતુઓ શુભતા, સ્વાસ્થ્ય અને સંપત્તિનું પ્રતીક છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

ડિસ્ક્લેમર- આ લેખમાં વિશ્વ સમાચાર એ આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *