ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો

હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ ‘કિંમતી’ બનશે!

ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બનશે! 1 - image

ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ  ૨૦૨૬ અને ૨૦૨૭ માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ ૫ થી ૧૦ % નો વધારો કરાયો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.

Gujarat Liquor Price List 2026-27 Released | Police Dept. Transparency Push

ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે. અત્યાર સુધી પોલીસ જૂના ભાવ મુજબ જપ્ત કરેલા જથ્થાની કિંમત આંકતી હતી, પરંતુ હવે આબકારી વિભાગના નવા પરિપત્ર મુજબ, હવે પોલીસ જપ્ત કરેલી બોટલોની કિંમત નવા દર પ્રમાણે નક્કી કરશે, જેનાથી કુલ મુદ્દામાલના આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે. દરોડા દરમિયાન પકડાયેલ જથ્થાની બજાર કિંમત હવે નવી બ્રાન્ડ વાઈઝ યાદી મુજબ જાહેર કરાશે. 

Gujarat govt eases liquor consumption rules at GIFT City; permit  requirement scrapped - The HinduBusinessLine

રાજ્યમાં જે લોકો લિકર લાયસન્સ ધરાવે છે અને અધિકૃત હોટલો કે વાઈન શોપમાંથી દારૂ-બિયર ખરીદે છે, તેમના માટે કિંમતોમાં વધારો થયો છે. વિભાગ દ્વારા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયર ટીન/બોટલની નવી કિંમતો જાહેર કરાઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં ૧૦ % સુધીનો વધારો જોવા મળ્યો છે.

Gujarat government acts tough, but road to prohibition in state replete  with tougher challenges | India News - The Indian Express

નવા જાહેરનામાની મુખ્ય અસરો

• પોલીસ દ્વારા પકડાતા દારૂના કેસોમાં હવે રકમનો આંકડો મોટો દેખાશે.

• કાયદેસર રીતે દારૂ મેળવતા પરમિટ ધારકોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.

• આબકારી વિભાગે આગામી બે વર્ષ માટે આ દરો નક્કી કર્યા હોવાથી તમામ લાયસન્સ ધરાવતી સંસ્થાઓએ આ ભાવપત્રકનો અમલ કરવાનો રહેશે.

Gujarat: Alcohol Ban Lifted In GIFT City; Wine-And-Dine Facilities Allowed  | Outlook India

નશાબંધી અને આબકારી વિભાગ દર વર્ષે બજારની સ્થિતિ અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ભાવમાં સુધારો કરતું હોય છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટેનો આ નવો પરિપત્ર તાત્કાલિક અસરથી અમલી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *