રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા

પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો,

पंजाबियों को फिर धक्का दिया गया' राघव चड्ढा समेत 7 AAP सांसदों के BJP में  शामिल होने पर अरविंद केजरीवाल की आई पहली प्रतिक्रिया

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતિયાંશ (૨/૩) સભ્યો સાથે રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે. તે બાદ દિલ્હી, પંજાબ સહિત દેશના રાજકારણમાં ફરી ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. 

Raghav Chadha: Punjabs Super CM | AAP Ties with Kejriwal Fall Apart

રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું છે કે ‘ભાજપે ફરી પંજાબીઓ સાથે દગો કર્યો’

अरविंद केजरीवाल के खिलाफ नया मोर्चा खोलेंगे राघव चड्ढा? वीडियो जारी कर दिए  ये संकेत | Raghav Chadha May Open New Front Against Arvind Kejriwal Video  Release
Arvind Kejriwal
@ArvindKejriwal

Follow

बीजेपी ने फिर से पंजाबियों के साथ किया धक्का
Gave Everything To Raghav Chadha, He Ended Up In BJP's Lap": AAP
બીજી તરફ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ‘ઓપરેશન લોટસ’ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘ઓપરેશન લોટસ’ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
‘આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદ રાખવા જોઈએ, કારણ કે આ લોકોએ ‘ગદ્દારી’ કરી છે. આ સંદર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા નામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.’
Raghav Chadha: 'Operation Lotus': AAP's first reaction as Raghav Chadha, 6  other MPs in Rajya Sabha join BJP | India News - The Times of India
સંજય સિંહે કહ્યું કે આ નેતાઓએ પંજાબની જનતાની ‘પીઠમાં છરો ભોંકવાનું’ કામ કર્યું છે અને રાજ્ય સાથે ગદ્દારી કરી છે. તેમના મતે, જનતા આ વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઇડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલા અશોક મિત્તલ પર ઇડી ની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *