પરપ્રાંતિય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી

અમદાવાદના બાવળા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. એક ૨૦ વર્ષીય પરપ્રાંતિય યુવતીને લગ્નની લાલચ આપી તેની મજબૂરી અને ભાષાકીય અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે.

લગ્નનું વચન આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી

આરોપી અમન શુકલાએ યુવતીને લગ્ન કરવાનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને ગુજરાતી ભાષા વાંચતા કે સમજતા આવડતી ન હતી, જેનો ગેરલાભ ઉઠાવી આરોપીએ તેની પાસે લિવ-ઈન રિલેશનશિપના કરાર પર સહી કરાવી લીધી હતી. યુવતીને એમ હતું કે આ લગ્નના દસ્તાવેજો છે, પરંતુ આરોપીએ કાયદાકીય છટકબારી શોધવા આ દસ્તાવેજી ખેલ ખેલ્યો હતો.

માર મારી પરાણે વતન મોકલી

ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે યુવતી ગર્ભવતી બની. પીડિતાના આક્ષેપ મુજબ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા, આરોપી અને તેના પરિવારે મળીને યુવતીને ઢોર માર માર્યો હતો અને તેને પરાણે તેના વતન રવાના કરી દીધી હતી.

ન્યાય માટે વલખાં

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પીડિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા હોવા છતાં પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવતી હોવાનો ગંભીર આક્ષેપ યુવતીએ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *