ગુજરાતના ૧૩ જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat  weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius -  Gujarat Samachar

ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે(૫ મે) રાજ્યના ૯ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન આઇએમડી એ બપોરે ૦૪:૦૦ વાગ્યે ત્રણ કલાકનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં ૧૩ જિલ્લામાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

Looking for .GIF image of the weather! - Support - Facer Community

હવામાન વિભાગના Nowcast મુજબ, મંગળવારે(૫ મે) બપોરે ૦૪:૦૦ વાગ્યાથી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ૪૦ કિ.મી.ની ઝપડે પવન ફૂંકાવવાની શક્યતા છે.

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી 2 - image

રાજ્યમાં ભર ઉનાળે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થઈ રહ્યો છે, ત્યારે આજે(૫ મે) અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી 3 - image

આઇએમડી અનુસાર, રાજ્યમાં આગામી ૯ થી ૧૧ મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *