ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ આજે સવારે ૦૮:૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ આજે સવારે ૦૮:૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આતુરતાપૂર્વક આ પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષા પૂર્ણ થયા બાદથી જ પરિણામ અંગે ઉત્સુકતા વધતી જતી હતી, જે હવે થોડા જ સમયમાં પૂર્ણ થવાની છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને સીટ નંબર દાખલ કરીને ઑનલાઇન જોઈ શકશે. ઉપરાંત, કેટલીક શાળાઓમાં પણ પરિણામની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વેબસાઇટ પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક લખવાનો કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ ૦૬ મે ૨૦૨૬, સવારે ૧૦:૦૦ વાગ્યાથી પોતાના પરિણામ આ વેબસાઈટ ઉપર જોઈ શકશે.

મેહનતનો રંગ લાવવાનો સમય આવી ગયો છે,સપનાઓને પાંખો આપવાનો સમય આવી ગયો છે.ધોરણ ૧૦ નું પરિણામ લાવશે ખુશીઓની બહાર,સફળતાના આકાશમાં ઉડવાનો સમય આવી ગયો છે!
🌟 Best of Luck to all Students! 🌟
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
