રાજ્યપાલે ટીએમસી કેબિનેટ બરખાસ્ત કરી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે સૌથી મોટો ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. આ સાથે જ મમતા બેનર્જીની ૧૫ વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે.

Mamata Banerjee Refuses Resign | WB CM Political Gambit Explained

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ (૭ મે ૨૦૨૬) ઈતિહાસના પાના પર નોંધાઈ ગયો છે. રાજ્યપાલ આર.એન. રવિએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લેતા પશ્ચિમ બંગાળ વિધાનસભાને ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન સાથે જ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને તેઓ હવે મુખ્યમંત્રી રહ્યા નથી.

West Bengal govt 'bullying' all vice-chancellors who were handpicked by me:  Governor CV Ananda Bose

બંગાળમાં નવી સરકારની રચના અને મમતા બેનર્જીના રાજીનામાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. આ દરમિયાન વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જ રાજ્યપાલે બંધારણીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ કડક નિર્ણય લીધો છે. કોલકાતા ગેઝેટમાં અપાયેલા આદેશ મુજબ, આ નિર્ણય ૭ મે ૨૦૨૬ થી જ અમલમાં આવી ગયો છે.  વિધાનસભા ભંગ થવાની સાથે જ સમગ્ર કેબિનેટ પણ ભંગ થઈ ગઈ છે.

The 5 factors that resulted in BJP finally winning in West Bengal - The  Times of India

ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાજ્યપાલ આર.એન. રવિએ ભારતીય બંધારણની કલમ ૧૭૪ (૨)(બી) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વિધાનસભા ભંગ કરી છે. આ નોટિફિકેશન પર બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાના પણ હસ્તાક્ષર છે. આથી હવે મમતા બેનર્જી તથા સમગ્ર પ્રધાનમંડળ અધિકારીક રીતે પોતાના પદ ગુમાવી ચુક્યાં છે. હવે તેઓ રાજીનામું આપે કે ન આપે તેનો કોઇ સવાલ ઉઠતો જ નથી.

What Makes India a Republic? Vande Mataram Theme Ahead of Bengal Polls

આ નિર્ણય સાથે જ પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષથી અવિરત ચાલી રહેલું તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને મમતા બેનર્જીનું શાસન હવે સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. બંગાળ હવે કઈ દિશામાં આગળ વધશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. ભાજપ સરકાર હવે નવી સરકારની રચના કરીને શપથગ્રહણ સમારોહનું આયોજન કરશે. 

Lotus Blooms West Bengal | Vijays TVK Sweeps Tamil Nadu; Hormuz Transit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *