આઈપીએલ ૨૦૨૬: સતત બીજી વાર આરસીબી ચેમ્પિયન

Royal Challengers Bengaluru Make History: Defending Champions Secure Second  Consecutive 2026 IPL Title! - HDMC News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ૨૦૨૬ ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે હરાવ્યું, આ સાથે જ આરસીબી એ વર્ષ ૨૦૨૫ બાદ ૨૦૨૬ માં પણ આઈપીએલ ટાઈટલ પોતાને નામ કર્યું, મહત્વનું છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને ૧૫૫ રન પર રોકી દીધું હતું, જે બાદ આરસીબી એ ૧૫૬ રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો અને બીજી વાર આઈપીએલ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. 

IPL 2026 final report: RCB are champions, again. 18 years for one. 12  months for another - India Today

વર્ષ ૨૦૨૫ માં ટાઇટલ જીત્યા બાદ ૨૦૨૫ માં પણ એજ અમદાવાદના મેદાનમાં ટ્રોફી પોતાના નામે કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બે વાર ચેમ્પિયન બનવાનો અદભુત રેકોર્ડ સ્થાપ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને આરસીબી હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ, જેમણે અગાઉ ૨૦૧૦-૧૧ અને ૧૦૧૯-૨૦ માં બેક-ટુ-બેક ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

RCB Crowned Back-to-Back IPL Champions as Virat Kohli's Masterclass Sinks  Gujarat Titans in Final

વિરાટ કોહલી : તેઓ ફાઈનલ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ (Player of the Match) બન્યા.

કાગીસો રબાડા : સીઝનમાં સૌથી વધુ ૨૯ વિકેટ ઝડપવા બદલ તેને ‘પર્પલ કેપ’ (Purple Cap) મળી છે.

પંજાબ કિંગ્સ : આ ટીમને ‘ફેરપ્લે એવોર્ડ’ (Fairplay Award) મળ્યો છે.

મનીષ પાંડે : બેકવર્ડ પોઇન્ટ પર ટિમ ડેવિડનો શાનદાર કેચ પકડવા બદલ તેને ‘કેચ ઓફ ધ સીઝન’ (Catch of the Season) નો એવોર્ડ મળ્યો છે.

મોહમ્મદ સિરાજ : આ સીઝનમાં સૌથી વધુ ૧૭૨ ડોટ બોલ ફેંકવા બદલ તેને ખાસ એવોર્ડ મળ્યો છે.

સાઈ સુદર્શન : આ સીઝનમાં સૌથી વધુ ૭૫ ચોગ્ગા (fours) મારવા બદલ તેને એવોર્ડ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *