સલમાન ખાનનો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા!

તાજેતરમાં ફિલ્મ ‘લગાન’ની ૨૫ મી વર્ષગાંઠની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન આ કાર્યક્રમમાં પ્રવેશતા જ બધાનું ધ્યાન તેમના પર કેન્દ્રિત થયું હતું. જેમાં સલમાન ખાન અને આમિર ખાન એકસાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં સલમાન ખાનનો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા હતા! આમ, સલમાનને જોઈને લોકોને યાદ આવ્યો ‘તેરે નામ’નો ‘રાધે ભૈયા’.

સલમાન ખાનનો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા! લોકોને યાદ આવ્યો 'તેરે નામ'નો 'રાધે ભૈયા' 1 - image

સલમાન આ ઇવેન્ટમાં બઝ-કટ હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તેમજ તેની હળવી દાઢી સાથેનો લુક વધુ દમદાર દેખાતો હતો. સલમાનના નવા લુકને માત્ર ચાહકો જ નહીં પરંતુ હાજર સેલિબ્રિટીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. સલમાન પહેલા કરતાં વધુ ફિટ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તરત જ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે તેનો નવો અવતાર દિગ્દર્શક વામશી પૈડીપલ્લીની આગામી ફિલ્મ ‘SVC63’ માટે બનાવવામાં આવી રહ્યો છે.

Salman Khan's New Look Turns Heads - Khabar India

આ ઇવેન્ટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાની સાથે જ ચાહકોનું રીએકશન સામે આવી રહ્યા છે. સલમાન ખાનના બદલાયેલા લુકથી લોકો આશ્ચર્યચકિત થઈ એક યુઝરે લખ્યું, ‘સલમાન અને આમિર એક જ ફ્રેમમાં. રાહ જુઓ, શું ખરેખર સલમાન છે? આ પરિવર્તન ખરેખર આશ્ચર્યજનક છે. જો આ ફિલ્મ ‘SVC63’નો લુક છે, તો તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તે ચોક્કસ છે.’

SALMAN KHAN HILA DALA 💥! SVC 63 UPDATE | VAMSHI PAIDIPALLY | NAYANTHARA |  DIL RAJU

આ ઇવેન્ટના વીડિયોમાં બીજી એક રસપ્રદ વાત જોવા મળી કે, ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન પણ સલમાન ખાનની ફિટનેસ પરથી નજર હટાવી શક્યા નહોતો. એક યુઝરે મજાકમાં ટિપ્પણી કરી, ‘સલમાનની ફિટનેસે આમિરને પણ ચોંકાવી નાખ્યો.” બીજા વીડિયોમાં કરીના કપૂર ખાન પણ સલમાનના લુકથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

May be an image of one or more people and leather

સુપરસ્ટાર સલમાન ખાનના આ લુકની ચર્ચા આગામી ફિલ્મને લઈને થઈ રહી છે. આ વર્ષના માર્ચમાં તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વામશી પૈડીપલ્લી સાથે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ફિલ્મનું શીર્ષક હજુ સુધી નક્કી થયું નથી, તેથી તેને ‘SVC63’ તરીકે ઓળખવામાં આવી રહી છે.વેંકટેશ્વર ક્રિએશન્સ બેનર હેઠળની આ 63મી ફિલ્મ છે. ચાહકો ભાઈજાનના આ નવા અવતારને આ અનટાઈટલ્ડ ફિલ્મ સાથે જોડી રહ્યા છે.

SALMAN KHAN'S SVC63 ANNOUNCEMENT TEASER KAB? VAMSHI PAIDIPALLY | DIL RAJU  #ashusmoothkhan

આ ફિલ્મની સૌથી મોટી ખાસ વાત એ છે કે, તેમાં સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા મુખ્ય રોલમાં છે. આ પહેલી વાર હશે જ્યારે સલમાન ખાન અને નયનતારા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ચાહકો આ નવી જોડીને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. જોકે, એ જોવાનું બાકી છે કે સલમાનનો દમદાર લુક આ ફિલ્મ માટે છે કે તેની પાછળ કોઈ અન્ય ટ્વિસ્ટ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *